મંત્રીએ માસ્ક ના પહેર્યું, અખબારે ચહેરો ના છાપ્યો, મંત્રીએ સ્વીકારી પોતાની ભૂલ

PC: assettype.com

કોરોના વાયરસ મહામારીના સંક્રમણને અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કને ખૂબ જ મહત્ત્વનું હથિયાર માનવામાં આવી રહ્યું છે, પરંતુ મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ જાહેરમાં કહ્યું કે, તેઓ માસ્ક નથી પહેરતા અને તેમાં શું થઈ ગયું. તેમના આ નિવેદનને લઈને ખૂબ જ વિવાદ થયો અને સોશિયલ મીડિયા પર તેમની ખૂબ જ ટીકા કરવામાં આવી. ત્યારબાદ મંત્રીને વાત સમજાઈ અને તેમણે અંતે માફી માગી લીધી છે. તેમણે કહ્યું કે, ક્યારેક ક્યારેક આપણા મોઢામાંથી એવા શબ્દો નીકળી જાય છે, જે દિલની ભાવનાઓથી વિપરીત હોય છે.

આ પહેલા મંત્રીના આ નિવેદનને લઈને દૈનિક ભાસ્કર અખબારે ચહેરા વિના તેમનો ફોટો પેપરમાં છાપ્યો હતો અને લખ્યું હતું- અમે તમારો ચહેરો નથી લગાવતા.

મધ્ય પ્રદેશની શિવરાજ સરકારના ગૃહમંત્રીએ ચારેબાજુએથી થઈ રહેલી ટીકા બાદ માની લીધુ કે, કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું કેટલું જરૂરી છે. તેમણે પોતે માસ્ક પહેરવાની વાત કરી, સાથે જ લોકોને પણ માસ્ક પહેરવાની સલાહ આપી હતી. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું- કાલે માસ્કના સંબંધમાં જે શબ્દો મારા મોઢામાંથી નીકળ્યા તે સંપૂર્ણરીતે ખોટા છે. મને પોતાને મારા શબ્દોથી પીડા થઈ છે, આ શબ્દો વડાપ્રધાનજીની ભાવનાઓથી એકદમ વિપરીત હતા. આથી હું ખેદ વ્યક્ત કરું છું, ભૂલ સ્વીકારું છું. તમામ સમાજના લોકોને પ્રાર્થના કરું છું કે, તેઓ માસ્ક પહેરે અને કોવિડના તમામ નિયમોનું પાલન કરે.

એવામાં વડાપ્રધાન પોતે ઘણીવાર બોલી ચુક્યા છે કે, ભલે તે પ્રધાન હોય કે પછી વડાપ્રધાન કોરોનાના નિયમો સૌને માટે બરાબર હોવા જોઈએ. સાથે જ માસ્ક પહેરવાને ખૂબ જ જરૂરી પણ ગણાવ્યું હતું. પરંતુ આ દરમિયાન તેમની જ પાર્ટીના નેતા અને મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ જાહેર સભામાં માસ્ક ન પહેરવાને ખૂબ જ નાની વાત ગણાવી હતી. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા રાજ્ય સરકારની ગરીબ કલ્યાણ યોજના સમ્બલના એક કાર્યક્રમ માટે ઈન્દોરમાં હતા. આ કાર્યક્રમ દરમિયાન જ્યારે તેઓ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા, તો તેમણે માસ્ક પહેર્યું નહોતું. તે અંગે એક પત્રકારે તેમને સવાલ પૂછ્યો તો તેમણે કહ્યું- હું કોઈપણ કાર્યક્રમમાં માસ્ક નથી પહેરતો, તેનાથી શું થાય છે, હું પહેરતો નથી.

હવે જ્યારે મધ્ય પ્રદેશમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે અને ઘણા મંત્રી તેમજ ધારાસભ્યો પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે, એવામાં રાજ્યના ગૃહમંત્રીનું આવું બેજવાબદારીભર્યું નિવેદન સામે આવવું ખૂબ જ શરમજનક છે. મંત્રીએ પત્રકારોના સવાલ પર ભલે આ નિવેદન આપ્યું, પરંતુ બાદમાં તેમને સમજાયું કે તેમણે કંઈક એવું કહી દીધુ, જેનું સમર્થન તેમની પોતાની પાર્ટીના નેતા જ નહીં કરી શકે.

મંત્રીએ ઉત્સાહમાં આવીને આપેલા નિવેદનને લઈને ઈન્દોરના અખબાર દૈનિક ભાસ્કરે તેમને તેમની જ ભાષામાં જવાબ આપ્યો. મંત્રીએ કહ્યું હતું કે, હું માસ્ક નથી પહેરતો, તો અખબારે ફોટામાંથી તેમનો ચહેરો જ હટાવી દીધો અને લખ્યું- અમે તમારો ચહેરો નથી લગાવતા. ત્યારબાદ સોશિયલ મીડિયા પર અખબારના કટીંગને ખૂબ જ શેર કરવામાં આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp