ભાજપના મહામંત્રીએ 70 કરતા વધુ બીભત્સ વીડિયો BJPના વોટ્સએપ ગ્રુપમાં અપલોડ કર્યા

PC: youtube.com

ઘણી વાર એવા કિસ્સાઓ પ્રકાસમાં આવ્યા છે કે, ભાજપના કોઈ કાર્યકર્તા કે, આગેવાન દ્વારા સોશિયલ મીડિયાના ગૃપના બીભત્સ ફોટાઓ કે, વીડિયો વાયરલ કરવામાં આવે છે, ત્યારે પ્રકારનો એક કિસ્સો અમદાવાદમાં પ્રકાસમાં આવ્યો છે. અમદાવાદના ભાજપના ઓફિશિયલ વોટ્સએપ ગ્રૂપમાં ભાજપના મહામંત્રી દ્વારા 70 કરતા વધારે બીભત્સ વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા. મહામંત્રીની આ પ્રકારની હરકતોથી તેમનો રંગીલો મિજાજ સામે આવ્યો હતો.

એક રિપોર્ટ અનુસાર અમદાવાદમાં નરોડા ભાજપના મહામંત્રી ગૌતમ પટેલે ભાજપના વોટ્સએપ ગ્રુપમાં 70 કરતા વધારે બીભત્સ વીડિયો અપલોડ કર્યા હતા. મહામંત્રીએ જે ગ્રુપમાં વીડિયો અપલોડ કર્યા તેમાં અમદાવાદ ભાજપના આગેવાનો, કોર્પોરેટરો અને મહિલા કાર્યકર્તાઓ જોડાયેલા હતા. ભાજપના મહામંત્રી ગૌતમ પટેલની આ પ્રકારની હરકતોના કારણે એક પછી એક ભાજપના કાર્યકર્તાઓ ગ્રુપમાંથી લેફ્ટ થવા લાગ્યા હતા. ગૌતમ પટેલની આ પ્રકારની હરકતને લઇને કાર્યકર્તાઓમાં રોષની લાગણી જોવા મળી હતી.

જો ભાજપના મહામંત્રીની આ પ્રકારની હરકતોને લઇને કોઈ મહિલા કાર્યકર્તા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવશે તો ગૌતમ પટેલની મુશ્કેલી વધી શકે છે. આ ઉપરાંત મહામંત્રી ગૌતમ પટેલની આ પ્રકારની હરકતને ધ્યાને લઇને પદેશ કાર્યલય દ્વારા તેમના સસ્પેન્સન સુધીના પગલાં લેવામાં આવી શકે છે. હવે જોવેનું એ રહે છે કે, ગૌતમ પટેલની આ પ્રકારની હરકતોને લઇને તેની સામે કેવા પ્રકારના પગલા પાર્ટી દ્વારા લેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp