બાઈડેન સરકારે જણાવ્યું-લોકસભાની ચૂંટણીને લઈને અમેરિકાએ કેમ ન મોકલ્યા ઑબ્ઝર્વર

PC: edition.cnn.com

18મી લોકસભાની ચૂંટણી માટે આજથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે. વિપક્ષી પાર્ટીઓના ગંભીર આરોપ વચ્ચે વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશમાં થઈ રહેલી ચૂંટણી પર દુનિયાની નજર છે. લોકસભાની ચૂંટણીને લઈને અમેરિકાએ ગુરુવારે કહ્યું કે, તેણે ભારતમાં કોઈ પણ ચૂંટણી ઑબ્ઝર્વર મોકલ્યા નથી, પરંતુ ભારત સાથે ભારત સાથે પોતાના સહયોગને ગાઢ અને મજબૂત કરવા માટે ઉત્સાહિત છે.

અમેરિકન વિદેશ મંત્રાલયની નિયમિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સહાયક પ્રેસ સચિવ વેદાંત પટેલને જ્યારે પૂછવામાં આવ્યું કે છેલ્લા 75 વર્ષોથી ભારત દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશના રૂપમાં ચૂંટણી આયોજિત કરી રહ્યો છે. શુકવારે ભારતમાં શરૂઆત થઈ રહેલી લોકસભાની ચૂંટણી દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક અને સૌથી મોટી ચૂંટણીનો વધુ એક ઇતિહાસ બનાવશે. જૂનમાં ભારતના લોકો નવી સરકાર ચૂંટશે. શું અમેરિકા આ ચૂંટણીને લઈને કોઈ ઑબ્ઝર્વર કે કોઈ પ્રતિનિધિમંડળ મોકલી રહ્યું છે?

એ સિવાય દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશમાં થઈ રહેલી ચૂંટણી પર અમરીકાની શું ટિપ્પણીઓ છે. તેનો જવાબ આપતા વેદાંત પટેલે કહ્યું કે, મને એવી કોઈ જાણકારી નથી કે અમેરિકા ભારતમાં થઈ રહેલી ચૂંટણીને લઈને ઑબ્ઝર્વર મોકલી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, સામાન્ય રૂપે ભારત જેવા વિકસિત લોકતંત્રવાળા દેશોમાં એમ (ઑબ્ઝર્વર નથી મોકલતા) કરતા નથી. નિશ્ચિત રૂપે અમે ભારત સાથે પોતાનો સહયોગ ગાઢ અને મજબૂત કરવા માટે ઉત્સાહિત છીએ. અમે ભારતમાં થઈ રહેલો લોકસભાની ચૂંટણી પર ટીકા ટિપ્પણી કરવા માગતા નથી.

આજથી લોકસભાની ચૂંટણીનો શુભારંભ થઈ ચૂક્યો છે. આજે પહેલા ચરણનું મતદાન થઈ રહ્યું છે. આ ફેઝમાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 સીટો પર મતદાન થઈ રહ્યું છે. પહેલા ચરણમાં 1600 કરતા ઉમેદવાર મેદાનમાં છે. આ ચરણમાં 9 કેન્દ્રીય મંત્રી, 2 પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલનું નસીબ દાવ પર છે. વોટિંગ સવારે 7:00 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને સાંજે 6:00 વાગ્યા સુધી ચાલુ રહેશે. જો કે, કેટલાક રાજ્યોમાં મતદાન થવાનો સમય અલગ પણ છે.

લોકસભાની ચૂંટણી સાથે જ આજે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની 92 વિધાનસભા સીટો પર પણ મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચ મુજબ પહેલા ચરણમાં 16.63 કરોડથી વધુ વૉટર્સ છે. તેમાં 8.4 કરોડ પુરુષ અને 8.23 કરોડ મહિલા વૉટર્સ છે. તેમાંથી 35.67 લાખ વૉટર્સ એવા છે જે પહેલી વખત મતદાન કરશે, જ્યારે 20-29 વર્ષની ઉંમરના મતદાતાઓની સંખ્યા 3.51 કરોડ છે. તેના માટે 1.87 લાખ પોલિંગ બુથ બનાવવામાં આવ્યા છે. પહેલા ચરણનું મતદાન પૂરું થવા સાથે જ 10 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એવા હશે, જ્યાં ચૂંટણી થઈ જશે. પહેલા ચરણમાં તામિલનાડુની બધી 39 લોકસભા સીટો પર પણ મતદાન થઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણીની 543 સીટો માટે 7 ચરણોમાં મતદાન થશે. પરિણામ 4 જૂન આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp