CM રૂપાણીએ રામ મંદિર અંગે આપ્યું નિવેદન

PC: facebook.com/vijayrupanibjp

ગુજરાતની છ વિધાનસભાની બેઠક પર 21 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાશે અને આ ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષ પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે ત્યારે ભાજપ દ્વારા પણ છ વિધાનસભાની બેઠકો પર જનસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને મુખ્યમંત્રી સહીતના નેતાઓ દ્વારા ઉમેદવારનો પ્રચાર કરવામાં આવે છે.

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી 2019 અંતર્ગત ખેરાલુ ખાતે ભાજપાના ઉમેદવાર શ્રી અજમલજી ઠાકોરના સમર્થનમાં વિશાળ જનસભાને સંબોધન...

Posted by Vijay Rupani on Monday, 14 October 2019

ખેરાલુમાં સભાને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત સમૃદ્ધિથી આગળ વધે, ગુજરાતનો દરેક વર્ગ આગળ વધે, જ્ઞાતિ, જાતીને અથડાવવાના પાપ હંમેશા કોંગ્રેસે કર્યા છે. તાજેતરમાં આણંદ જિલ્લા પંચાયતના લોકોએ કંટાળીને રાજીનામાં આપ્યા અને કોંગ્રેસના પ્રમુખે આખા સમાજને બદનામ કરવા માટેના પ્રયત્ન કર્યા છે ત્યારે દરેક સામાજના માન સન્માન, સૌનો સાથ સૌનો વિકાસ, એટલે આપણે સૌ સાથે મળીને આગળ વધવા માંગીએ છીએ. દરેક વ્યક્તિ ભારતીય છે, દરેક વ્યક્તિ ગુજરાતી છે.

વિધાનસભા પેટા ચૂંટણી 2019 સંદર્ભે જાહેરસભા, ખેરાલુ

Posted by Vijay Rupani on Monday, 14 October 2019

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારતએ મહાસત્તા બને, દેશમાંથી ગરીબી દૂર થાય, દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય અને દેશમાં ખરા અર્થમાં રામરાજ્ય બને. અયોધ્યામાં પણ હલચલ ચાલી રહી છે. સુનાવણી પતવા આવી છે 18 તારીખે. હવે આપણું એ સ્વપ્ન પૂરું થશે તેવું લાગી રહ્યું છે. મંદિરનો ફેસલો ન થાય અને એટલા માટે કોંગ્રેસના એડવોકેટોએ એમાં પણ રોળા નાંખ્યા હતા. હંમેશા વાતને બગાડવી, વાતને ચૂથી નાંખવી, કાશ્મીરની જેમ સમસ્યાઓ સળગતી રહે, આ કોંગ્રેસે ધંધો કર્યો છે.

આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભાની બેઠક પર પણ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કોંગ્રેસ પર આંકરા પ્રહારો કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp