OnePlus ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ કરી શકે છે Smart TV

PC: zeebiz.com

સ્માર્ટફોનના પ્રીમિયમ સેગમેન્ટમાં પોતાની છાપ છોડ્યા બાદ હવે ચીની સ્માર્ટફોન કંપની OnePlus ભારતમાં Smart TV લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ પહેલો રિપોર્ટ નથી અને આ અગાઉ પણ OnePlusના સ્માર્ટ ટીવીના સમાચાર સામે આવ્યા હતા. જોકે, ત્યારે કંપનીએ માત્ર હિંટ આપી હતી. પરંતુ હવે સમાચાર છે કે, OnePlus TV ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

જોકે, OnePlusએ આધિકારીક રીતે OnePlus TVની લોન્ચ ડેટ અંગે જાહેરાત નથી કરી. મળતી માહિતી અનુસાર, OnePlus TVના સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ વિશે કોઈ જાણકારી હજુ સુધી નથી મળી, પરંતુ કંપની આ વર્ષના અંતમાં તેને લોન્ચ કરી શકે છે. જોકે, સ્માર્ટફોન મેકર Xiaomi ભારતમાં Mi TVને લઈ ખૂબ જ આક્રામક છે અને Xiaomiના સ્માર્ટ ટીવીનું સારું એવું વેચાણ પણ થઈ રહ્યું છે, આથી OnePlus નિશ્ચિતરીતે Xiaomiને આ કેટેગરીમાં ટક્કર આપશે.

ગત વર્ષે OnePlusના CEO Pete Lauએ જણાવ્યું હતું કે, કંપની OnePlus TVને 2019ના મિડમાં રજૂ કરી શકે છે. જોકે, બાદમાં તેમણે કહ્યું હતું કે, OnePlus TVને તેઓ 2020માં લોન્ચ કરી શકે છે. ભારતમાં હાલ સ્માર્ટ ટીવીની કેટેગરીમાં Xiaomi ખૂબ જ આગળ નીકળી ગયું છે. આથી એવી આશા રાખવામાં આવી રહી છે કે, OnePlus OLED નહીં, પરંતુ ફુલ HD+ સ્માર્ટ ટીવી લાવશે, જેથી Xiaomiના સ્માર્ટ ટીવીને ટક્કર આપી શકાય.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp