પરેશ ધાનાણીએ જાણો કોને ખિસ્સા કાતરુ ગણાવ્યા

PC: facebook.com/pareshdhananiofficial

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે રાજકારણમાં પણ ગરમાવો આવી રહ્યો છે. રાજ્યસભાની ચૂંટણીબાદ પેટ્રોલ-ડીઝલના ભાવને રાજકારણ ગરમાયું હતું ત્યારે હવે બેરોજગારીના મુદ્દે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ સરકારને એક પછી એક મુદ્દા પર ઘેરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ સરકારી વિભાગમાં ખાલી પડેલા પદોની ભરતી યોજવામાં આવે છે. ત્યારે આ ભરતી પ્રક્રિયાને લઇને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકારને ખિસ્સા કાતરુ ગણાવી હતી. તેમણે સરકારની સામે આકરા પ્રહાર કરતી એક પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર કરી હતી.

રિપોર્ટ અનુસાર વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં રાજ્ય સરકાર પર ચૂંટણી આવે એટલે ભરતીની જાહેરાત છપાવવાના અને ઉમેદવારોની પાસેથી ફોર્મ ફીની વસુલાત કરીને કરીને કરોડ રૂપિયા ઉઘરાવાના અને ત્યારબાદ પરીક્ષામાં ગોટાળા કરવાના આક્ષેપ કર્યા છે. તેમને આ બાબતે 'સરકારી રોજગાર, રહો બેરોજગાર'નું સૂત્ર પણ આપ્યું છે.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને કાવ્યાત્મક રીતે રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યા હતા કે,

'સરકારી રોજગાર, રહો બેરોજગાર'
જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે, સરકારી ભરતીની જાહેરાત છપાવે.
ફોર્મ ફી વસુલીને કરોડો ઉઘરાવે, નોકરીની પરીક્ષામાં ગોટાળા કરાવે અને ભરતી મેળા ઉપર બેન મૂકાવે.
ફરી ખિસ્સા ખંખેરીને ફોર્મ ભરાવે અને નવી ભરતીની રાહ જોવડાવે.
#ખિસ્સા_કાતરુ_સરકાર'

તો બીજી તરફ કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ જણાવ્યું હતું કે, મોટા પાયે લૂંટ ચાલી રહી છે. મારી મીડિયાના માધ્યમથી માંગ છે કે, સરકારે આયોજન પૂર્વક આગાઉથી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. પરીક્ષાના સમયબદ્ધ કેલેન્ડર બહાર પાડવું જોઈએ, આ કેલેન્ડરમાં પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે અને ભરતી ક્યારે થશે તેની પણ માહિતી આપવી જોઈએ. સરકાર ભરતીની પ્રક્રિયાની જાહેરાત આપીને ફોર્મ ભરાવી દે, વિદ્યાર્થી પાસેથી ફી ઉઘરાવી લે. પણ સરકારે જે પૂર્વ વ્યવસ્થા કરવી જોઈએ કે, કેલેન્ડર બહાર પાડીને પરીક્ષા ક્યારે આવશે, પરિણામ ક્યારે આવશે અને ભરતી ક્યારે થશે તેની માહિતી આપવી જોઈએ. કમનશીબે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારે ગુજરાતના યુવાનોની નોકરીના નામે કમાણીની મોટી વ્યવસ્થા ઉભી કરી હોય દેખાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ રાજ્યમાં બેરોજગારીના મુદ્દે અવારનવાર રાજ્ય સરકારને સામે આક્ષેપો કરી ચૂકુયુ છે. ત્યારે થોડા દિવસો પહેલા બહાર પડેલા આંકડા અનુસાર રાજ્ય સરકારને સરકારી નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો પાસેથી પરીક્ષા યોજવા બદલ કરોડો રૂપિયાની કમાણી થઇ હોવાનું બહાર આવ્યું હતું. તેથી હવે કોંગ્રેસે ફરીથી પરીક્ષામાં વિદ્યાર્થીઓની પાસેથી ફોર્મની ફી લઇને કરોડો રૂપિયા ઉઘરાવીને પરીક્ષામાં ગોટાળા કરાવવાના એન ભરતી મેળાઓ પર પ્રતિબંધ મૂકવાના આક્ષેપો કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp