ભાજપ સરકારમાં આખો રૂપિયો કોણ ગળી જાય છે: પરેશ ધાનાણી

PC: manavmitra.com

ગુજરાત વિધાનસભામાં ભ્રષ્ટાચારના આરોપો કરી રાજકીય નિવેદનબાજી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં ઓનલાઈન NA અંગે સરકારે મહેસૂલ અને ગૃહ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગેના નિવેદનનો બચાવ કરતા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ જે કહ્યું હતું કે પ્રજા સુધી પૈસા કેટલાં પહોંચે છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ સરકારમાં તો આખો રૂપિયો કોણ ગળી જાય છે. તે કહો..!

ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીની શરૂઆતમાં જ ભ્રષ્ટાચારના મુદ્દે રાજકીય આક્ષેપબાજી કરવામાં આવી હતી. આકોટાના ધારાસભ્ય સીમા મોહિતએ રાજ્યમાં ઓનલાઈન બિન ખેતી કરવા અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેના જવાબમાં મહેસૂલ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, લોકોને ઓનલાઇન NAથી ધક્કા ખાવાના બચવા સાથે વચેટીયાઓનો ભ્રષ્ટાચાર બંધ થઈ જશે. કેટલાકે તેનો વિરોધ કર્યો છે. તો કોંગ્રેસના ત્રણ જિલ્લા પંચાયતના પ્રમુખોએ કોર્ટમાં અરજી કરી છે. તેની સામે કોંગ્રેસના સભ્યો પુંજા વંશ અને અનિલ જોષીયારાએ કહ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જ કબુલ્યું છે કે મહેસૂલ અને ગૃહ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર ચાલે છે. 

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, અમારાં મુખ્યમંત્રી તો ખૂબ જ ભોળા છે. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષના સ્વર્ગસ્થ પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ સરકારમાં એક રૂપિયામાંથી માત્ર 15 પૈસા જ લાભાર્થી પાસે પહોંચે છે. આ આરોપ સામે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ રાજકીય આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ સરકારમાં તો આખો રૂપિયો જ ખવાઇ જાય છે. આ રૂપિયો કોણ ગળી જાય છે. તે કહોને... આ વખતે બંને પક્ષે સામસામા આરોપો સાથે રાજકીય નિવેદન કરવામાં આવ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp