હૈદરાબાદ સામે હાર્દિક પંડ્યાની બેટિંગ જોઈ પઠાણે કાઢી ઝાટકણી, કહ્યું- કેપ્ટન...

PC: BCCI

અત્યારે જો ભારતમાં સૌથી વધુ કોઈ વ્યક્તિની ટીકા થઈ રહી હોય તો તે છે હાર્દિક પંડ્યા. પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ અને રોહિત શર્માના ફેન્સ તો આડે હાથે લઈ જ રહ્યા છે, પરંતુ પૂર્વ ક્રિકેટરો પણ તેની ઝાટકણી કાઢવામાં પાછળ નથી. સતત બે મેચમાં હાર બાદ હાર્દિક પંડ્યાના નિર્ણયો પર સવાલ ઉઠી રહ્યા છે. બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે બધા રેકોર્ડ તોડીને IPLનો સૌથી વધુ સ્કોર બનાવીને મુંબઈને જીતવા 278 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

આ લક્ષ્યનો પીછો કરવા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પણ એ જ આક્રમકતા સાથે ઉતરી હતી. રોહિત શર્માથી લઈને ટીમ ડેવિડ, તિલક વર્મા તમામ ખેલાડીઓએ આ લક્ષ્યને પાર કરવા 200થી પણ વધુ સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી, ફક્ત એક ખેલાડીને છોડીને, અને એ છે હાર્દિક પંડ્યા. કેપ્ટન હોવા છતા હાર્દિક પંડ્યાએ ખૂબ જ નિરસ પ્રદર્શન કર્યું હતું. તેણે 20 બોલમાં 120ની સ્ટ્રાઇક રેટથી ફ્કત 24 રન બનાવ્યા હતા. આ જોઈને પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ પણ ગુસ્સે થયો હતો.

ઈરફાન પઠાણે તો ટ્વીટ કરીને હાર્દિક પંડ્યાના પ્રદર્શનની ટીકા કરી હતી. ઈરફાન પઠાણે ટ્વીટમાં લખ્યું હતું કે, જ્યારે તમારી આખી ટીમ 200ની સ્ટ્રાઇક રેટથી રન બનાવી રહી હોય તો કેપ્ટન 120ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ ન કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp