કોરોનાનો ભય: લોકોએ માર્ચના પહેલા બે સપ્તાહમાં બેંકોમાંથી 53,000 કરોડ ઉપાડયા

PC: cloudfront.net

કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાના વધતાં જતાં કેસને ધ્યાનમાં રાખી અને લોકોની સુરક્ષા માટે તેમને ઘરની બહાર નહીં નીકળવાની સૂચના આપવામાં આવી રહી છે. હવે કોરોનાનો ભય લોકોના જીવનના દરેક ભાગને અસર કરી રહ્યો છે. ધંધા રોજગારથી લઈને તમામ ટ્રાન્સપોર્ટ સેવાઓની સાથે જાહેર જીવન પણ ખોરવાઈ ગયું છે કારણ કે, લોકોને ઘરની અંદર જ પરિવારની સાથે રહેવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ઈમરજન્સીના સમયમાં લોકોએ પૈસાની અપેક્ષાને ધ્યાનમાં લઈને બેંકમાંથી રકમો ઉપાડી લીધી છે.  

રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર ચાલુ મહિનામાં 13 માર્ચના રોજ પૂર્ણ થતા બે પખવાડિયામાં લોકોએ બેંકોમાંથી 53,000 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. આ 16 મહિનાની અંદર રોકડ રકમના ઉપાડનું ઉચ્ચતમ સ્તર છે. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર આટલી મોટી માત્રામાં ઉપાડનું ચલણ તહેવારો અથવા તો ચૂંટણીમાં થતું હોય છે. 13 માર્ચ સુધીમાં લોકોની પાસે કુલ 23 લાખ કરોડ રૂપિયાનું ચલણ હતું.

આ બાબતે સ્ટેટ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ એસ.કે. ઘોષે તેમણે રિસર્ચમાં લખ્યું હતું કે, લોકડાઉન સમયમાં મોટાભાગની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ રોકડમાં ખરીદવામાં આવશે. બેંકોએ રોકડ માંગની સ્થિતિમાં રોકડની ડિલિવરી સુનિશ્ચિત કરવી પડશે.

લોકોએ બેંકમાંથી નાણાં ઉપડવાનું કારણ દર્શાવતા એક્સિસ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ સૌગાતા ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે, હાલની સ્થિતિમાં બેંક કે, ATM સુધી પહોંચી શકશે તેવી લોકોને આશંકા છે એટલ માટે લોકોએ સાવચેતીના ભાગ રૂપે મોટા પ્રણામમાં લોકોએ બેંકમાંથી રોકડ રકમનો ઉપાડ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp