ચિદમ્બરમ મામલે રાહુલ ગાંધી મેદાનમાં, સરકાર પર લગાવ્યો આ આરોપ

PC: thelivemirror.com

 

પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદંબરમ અને દેશની એજન્સીઓ વચ્ચે હમણાં તો સંતાકુકડીની રમત રમાઈ રહી છે. INX મીડિયા કેસમાં ચિદંબરમ પર ધરપકડની તલવાર લટકી રહી છે. માટે એ સર્વોચ્ચ અદાલતના શરણે બારણું ખટખટાવી રહ્યા છે. પી ચિદંબરમના સમર્થનમાં હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આવી ગયા છે. બુધવારના બપોરે તેમણે ટ્વીટ કરતા લખ્યું કે, મોદી સરકાર સત્તાનો અને સીબીઆઈનો ખોટો ઉપયોગ કરી રહી છે અને સાથે જ પી.ચિદંબરમની છબિ ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહી છે.

રાહુલે ટ્વીટ કરતા જણાવ્યું કે, મોદી સરકાર ઈડી, સીબીઆઈ અને મીડિયોનો ખોટી રીતે ઉપયોગ કરી પી.ચિદંબરમની છબિ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહી છે. હું મોદી સરકાર દ્વારા સત્તાનો ખોટો ઉપયોગ કરલા બદલ કડક શબ્દોમાં નિંદા કરું છું.

રાહુલ ગાંધી પહેલા પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાઓ પર ચિદંબરમનો પક્ષ લઈ મોદી સરકાર સમક્ષ વિરોધ કર્યો હતો.

બુધવારે સવારે પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યુ હતું કે, અમે પિ.ચિદંબરમની સાથે છીએ અને સચ્ચાઈ માટે લડતા રહીશું.પછી ભલેને નિર્ણય કંઈ પણ આવે. સાથે જ તેણે ચિદંબરમના રાજકીય જીવન અને કેન્દ્રીય મંત્રી દરમ્યાનના તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. તેણે લખ્યું કે, પી.ચિદંબરમ કેન્દ્રની અસફળતાઓને સામે લાવે છે એટલા માટે જ તેમના પર નિશાન સાધવામાં આવ્યું છે.

સાથે કોગ્રેંસ પાર્ટીએ પણ પી.ચિદંબરમ સામે લેવાઈ રહેલા પગલાનો વિરોધ કરી રહી છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સિવાય અભિષેક મનુ સિંઘવી અને અન્ય નેતાઓએ પણ ચિદમબરમનું સમર્થન કર્યું.

અભિષેક મનુ સિંઘવીનું કહેવું છે કે,પી.ચિદંબરે સતત એજન્સીઓની તપાસમાં સહયોગ આપ્યો છે, હજુ સુધી તેમની સામે કોઈ પણ રીતની ટ્રાયલ થઈ નથી. એવામાં એજન્સીઓ તેમની ધરપકડ કરવાની ઉચાવડમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp