રિષભ પંતે એવી વિકેટકીપિંગ કરી કે ધોનીને તમે ભૂલી જશો

PC: BCCI

IPLમાં 17 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ (DC) અને ગુજરાત ટાઈટન્સ (GT) વચ્ચે મેચ થઈ. આ મેચ ફેન્સના હિસાબે એકદમ નિરાશ કરનારી રહી. તો આ મેચમાં ભારતીય ક્રિકેટના હિસાબે એક વાત સૌથી શાનદાર રહી. એ રહી રિષભ પંતની વિકેટકીપિંગ. પંતે કુલ મળાવીને આ મેચમાં 4 શિકાર કર્યા. જેમાં તેની વિકેટકીપિંગ સ્કિલ્સ સ્પષ્ટ નજરે પડી. એવામાં સવાલ છે કે શું રિષભ પંતને T20 વર્લ્ડ કપની ટિકિટ મળશે કેમ કે IPLમાં પણ તેનું વ્યક્તિગત પ્રદર્શન રહ્યું છે.

આ મેચમાં ગુજરાતની ટીમ પહેલા બેટિંગ કરતા 17.3 ઓવરમાં માત્ર 89 રનમાં સમેટાઇ ગઈ. તો દિલ્હીની ટીમે આ ટારગેટ 8.5 ઓવર્સમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી દીધો, પરંતુ પંત આ મેચમાં પોતાની વિકેટકીપિંગના કારણે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો. તેણે 2 મેચ અને 2 સ્ટમ્પ કર્યા અને 16 રન બનાવીને નોટ આઉટ પરત ફર્યો. એવું સંભવતઃ હાલના સમયમાં અરસા બાદ થયું છે. જ્યારે કોઈ વિકેટકીપરને તેની કીપિંગના કારણે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ પંતની વિકેટકીપિંગ ચર્ચામાં આવી છે.

પંતની વિકેટકીપિંગના વખાણ કેમ થઈ છે? તો તેને સમજવાનો પ્રયાસ કરીએ. પંતના 4 શિકારમાંથી એક ડેવિડ મિલરનો રહ્યો છે. ઈશાંત શર્માના બૉલ પર કેચ આઉટ કર્યો હતો. પંતે આ કેચને એક હાથે ડાઈવ કરીને પકડ્યો. ત્યારબાદ DRS લેવામાં આવ્યો, ત્યારબાદ મિલર માત્ર 2 રન પર આઉટ થઈ ગયો. ત્યારબાદ પંતનું મેજિક ગુજરાતની ઇનિંગની નવમી ઓવરના ત્રીજા બૉલ પર જોવા મળ્યું. જ્યારે તેણે ટ્રિસ્ટન સ્ટબ્સના બૉલ પર અભિનવ મનોહરને ચિતા જેવી સ્ફૂર્તિ દેખાડતા સ્ટમ્પ કરી દીધો.

અભિનવ મનોહર પણ 8 રન પર આઉટ થયા બાદ હેરાન દેખાયો. સ્ટબ્સના બીજા જ બૉલ પર ફરી રિષભ પંતનું મેજિક દેખાયું. પંતે આ વખત શાહરૂખને સ્ટમ્પ કરી દીધો. શાહરુખ ગોલ્ડન ડક એટલે કે પહેલા જ બૉલ પર આઉટ થયો. કુલ મળીને પંતના આ ત્રણેય શિકારે એ બધી વાતોને સાબિત કરી દીધી જેમાં એમ કહેવામાં આવી રહ્યું હતું કે, IPLમાં તેની કીપિંગ સવાલોના ઘેરામાં રહેશે. પંતના આ ત્રણ શિકારમાં તેની પ્યોર ક્રિકેટિંગ સ્કિલ્સ અને જૂનો મિડાસ ટચ નજરે પડ્યો. ખાસ વાત એ રહી કે આ ત્રણેય શિકાર દરમિયાન રિષભ પંત પૂરી રીતે આશ્વસ્ત હતા કે તેમણે વિકેટ લઈ લીધી છે.

શું પંતને મળશે T20 વર્લ્ડ કપની ટિકિટ?

પંતે IPLની સિઝનની 7 મેચોમાં 35ની એવરેજ અને 156.72ની સ્ટ્રાઈક રેટથી 210 રન બનાવ્યા છે. તો તેમણે કુલ મળીને 8 કેચ અને 3 સ્ટમ્પ્સ પણ કર્યા છે. એવામાં તે પણ જૂનમાં થનારા T20 વર્લ્ડ કપ માટે દાવેદાર બની ગયો છે. એવામાં મોટો સવાલ એ છે કે શું રોહિત શર્મા તેને ચાંસ આપશે. તો દિનેશ કાર્તિક, સંજુ સેમસને પોતાના પ્રદર્શનથી કમ્પિટિશન ટફ કરી દીધું છે. તો ઇશાન કિશન, કેએલ રાહુલ પણ T20 વર્લ્ડ કપના દાવેદાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp