શું પાકિસ્તાન સામે રમવું ગમે છે? રોહિત શર્માએ આપ્યો જવાબ

PC: crictoday.com

ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો લાંબા સમયથી દ્વિપક્ષીય સીરિઝ રમી રહી નથી. આ દરમિયાન બંને ટીમો ICC ના ટૂર્નામેન્ટમાં જરૂર રમી રહી છે, પરંતુ વર્ષ 2008ના મુંબઈ આતંકી હુમલા બાદ બંને દેશો વચ્ચે દ્વિપક્ષી મેચો રમાઈ નથી. ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ ન્યૂટ્રલ વેન્યૂ પર રમવા તૈયાર છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાન ટીમની બેજોડ બોલિંગ આક્રમણ વિરુદ્ધ શાનદાર મેચ થશે અને મજા આવશે. ભારત અને પાકિસ્તાને વર્ષ 2008 મુંબઈ આતંકી હુમલા બાદ દ્વિપક્ષીય ક્રિકેટ રમ્યા નથી, જેમાં 150 કરતા વધુ લોકો માર્યા ગયા હતા.

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી મેચ ગયા વર્ષે ભારતમાં વન-ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ દરમિયાન રમાઇ હતી. ઓસ્ટ્રેલિયન પૂર્વ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટ અને ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉનના યુટ્યુબ શૉ ક્લબ પ્રેયરી ફાયરમાં કહ્યું કે, મારું માનવું છે કે જો આ વિદેશોમાં રમીએ છીએ તો એક સારી ટીમ છે, શાનદાર બોલિંગ આક્રમણ છે અને સારી પ્રતિસ્પર્ધા હશે. શું ઓસ્ટ્રેલિયા કે ઈંગ્લેન્ડ જેવા તટસ્થ સ્થળો પર ભારત-પાકિસ્તાન ટેસ્ટ સંભવ છે? એમ પૂછવામાં આવતા રોહિત શર્માએ કહ્યું કે, હા મને (પાકિસ્તાન વિરુદ્ધ રમવાનું) સારું લાગશે. આ બંને ટીમ વચ્ચે એક શાનદાર મેચ હશે.

અમે ICC ટ્રોફીઓમાં તેમની વિરુદ્ધ રમીએ છીએ, હું માત્ર ક્રિકેટ જોઈ રહ્યો છું, શાનદાર પ્રતિયોગિતા, તો કેમ નહીં? શાહીન શાહ આફ્રિદીની આગેવાનીમાં પાકિસ્તાનના પારંપારિક રૂપે મજબૂત તેજ બોલિંગ આક્રમણમાં અત્યારે 21 વર્ષીય નસિમ શાહ અને આમીર જમાલ જેવી પ્રતિભાઓ છે. BCCIએ કહ્યું કે, પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય ક્રિકેટ પર કોઈ પણ નિર્ણય સરકારની મંજૂરી પર નિર્ભર કરશે, જેને અત્યાર સુધી ચિર પ્રતિદ્વંદ્વી ટીમ વિરુદ્ધ રમવાની મંજૂરી આપી નથી. બીજી તરફ પાકિસ્તાન ભારત સાથે દ્વિપક્ષીય ક્રિકેટ રમવા માટે આક્રમક રૂપે ભાર આપી રહ્યું છે.

અહી સુધી કે, દરેક અવસર પર તેને ICC મંચો પર પણ ઉઠાવી રહ્યું છે. ગયા વર્ષે ભારતે એશિયા કપ માટે પાકિસ્તાનની યાત્રા કરવાનો ઇનકાર કરી દીધો હતો, જે અંતે હાઇબ્રીડ મોડલમાં આયોજિત કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં ભારતની બધી નિર્ધારિત મેચ શ્રીલંકામાં સ્થળાંતર કરવામાં આવી હતી. આગામી વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી બંને દેશો વચ્ચે વિવાદનું વધુ એક કારણ હશે કેમ કે ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં આયોજિત થવાનું છે, જેની જાહેરાત કરી છે કે તે ભારતને રમાડવા માટે આયોજન સ્થળમાં કોઈ પણ બદલાવ પર સહમત નહીં થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp