શાહરુખે કેટરીનાના ફોટોને જોઈ કંઈક આવું કહ્યું જે ડર ફિલ્મની યાદ અપાવશે

PC: shahrukhians.blogspot.com

બોલિવુડના રોમાન્સ કિંગ શાહરુખ અને કેટરીના કૈફ આજકાલ તેમની આગામી ફિલ્મ 'ઝીરો'ન શૂટીંગમાં વ્યસ્ત છે. હાલમાં જ કિંગ ખાને ફિલ્મના શૂટીંગ દરમિયાન કેટરીનાનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

ફોટોની સાથે તેણે તેની સુપરહીટ ફિલ્મ ડરના 25 વર્ષ જૂના સીનને રિક્રિએટ કર્યો હતો. તેમે કેટરીનાના ફોટોની નીચે લખ્યું હતું કે, તું આઈસક્રીમ ખાતી નથી. તું ઘણી મહેનતથી કામ કરે છે. તે મને ડર ફિલ્મની યાદ અપાવી દીધી. આઈ લવ યુ kkkkkk... Katrina…

કેટલાંક દિવસો પહેલા કેટરીનાએ શાહરુખ ખાનની સેલ્ફી પોતાના અકાઉન્ટ પર શેર કરી હતી. ફિલ્મ ઝીરોના સેટનો એક વીડિયો પણ વાઈરલ થઈ ગયો છે. જેમાં શાહરુખ ખાન નજર આવે છે અને વીડિયો પર લખવામાં આવ્યું છે, ઓન સેટ..

આ બંને સ્ટારે 'જબ તક હૈ જાન' ફિલ્મ પછી ફરીથી આનંદ એલ રોયની ફિલ્મ 'ઝીરો'માં સાથે જોવા મળશે. બંને કલાકારો સિવાય તેમાં અનુષ્કા પણ જોવા મળશે. શાહરુખ આ ફિલ્મમાં એક ઠીંગુજીના રોલમાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp