શિવમે કોચિંગ વગર UPSCમાં સફળતા મેળવી, ઇન્ટરવ્યુમાં પૂછાયેલા સવાલો કહ્યા

PC: aajtak.in

ઉત્તર પૂર્વ દિલ્હીનો મૌજપુર વિસ્તાર. અહીંના અખાડા ગલીમાં આવેલા અરુણ કુમાર સિંહના ઘરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ઉત્તેજના છે. કેમ નહિ? છેવટે, તેમના પુત્ર શિવમ કુમાર સિંહે UPSC સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી છે, જે દેશની સૌથી પ્રતિષ્ઠિત અને મુશ્કેલ પરીક્ષાઓમાંની એક છે. પાડોશીઓ અને સંબંધીઓ તેમજ ધારાસભ્ય અને સાંસદ શિવમના ઘરે તેને અભિનંદન આપવા પહોંચ્યા હતા.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસ પરીક્ષા 2023નું પરિણામ 16 એપ્રિલ 2024ના રોજ જાહેર કર્યું હતું. પરિણામ જાહેર થયા પછી પસંદગી પામેલા ઉમેદવારોનો સંઘર્ષ અને સફળતાની ગાથાઓ યુવાનોને પ્રેરિત કરી રહી છે. મૌજપુર (ઉત્તર-પૂર્વ દિલ્હી)ના રહેવાસી શિવમ કુમાર પણ તેમાંથી એક છે. તેણે કોઈપણ કોચિંગ વિના આ સિદ્ધિ મેળવી છે.

એક મીડિયા ચેનલ સાથે વાત કરતા શિવમે જણાવ્યું કે, તેણે કોઈપણ કોચિંગ વગર ઓનલાઈન અભ્યાસ કરીને UPSC પરીક્ષા પાસ કરી છે. આ સાથે તે લોકલ એરિયા લાઇબ્રેરી અને મોક ટેસ્ટની મદદ લેતો હતો.

શિવમ કુમાર સિંહે UPSC CSE 2023 માં ઓલ ઈન્ડિયા રેન્ક (UPSC AIR) 637 મેળવ્યો છે. તેણે કુલ 2025 માર્કસમાંથી 937 માર્ક્સ મેળવ્યા છે. શિવમને આશા છે કે, રેન્કના હિસાબે તે IRS એટલે કે ભારતીય રેવન્યુ સર્વિસીસ ઓફિસર બની શકે છે.

તેની સફર અંગે શિવમે જણાવ્યું કે, તેણે 12માં સાયન્સ સાઇડ (બાયો સાથે)નો અભ્યાસ કર્યો હતો. આ પછી તેણે દિલ્હી યુનિવર્સિટીની હંસરાજ કોલેજમાંથી B.Sc કર્યું, જે 2019માં પૂરું થયું.

આ પછી, તેણે બે વર્ષ સુધી સિવિલ સર્વિસિસ (UPSC CSE) માટે તૈયારી કરી. તેણે વર્ષ 2021માં પહેલો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે ક્વોલિફાય કરી શક્યો ન હતો. તે 2022માં તેના બીજા પ્રયાસમાં પણ નિરાશ થયો હતો, જેમાં તે સિવિલ સર્વિસિસ એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે CSAT માં ક્વોલિફાય કરી શક્યો ન હતો. છતાં પણ હાર ન માની અને તૈયારીઓ ચાલુ રાખી.

આ પછી, 2023માં, તેણે તેની મહેનત વધારી, જેનું ફળ આખરે મળ્યું. શિવમે માત્ર પ્રી-ક્વોલિફાઈડ જ નહીં પરંતુ મેન્સ અને ઈન્ટરવ્યુ ક્લિયર કરીને UPSC CSE પણ ક્રેક કર્યું.

શિવમે ભલે UPSC CSE પાસ કર્યું હોય પરંતુ તે હજુ સુધી તેના રેન્કથી સંતુષ્ટ નથી. હાલમાં તેની ઉંમર 25 વર્ષની છે અને તેની પાસે ત્રણ એટપ બાકી છે. આવી સ્થિતિમાં, તે સેવામાં જોડાશે અને પોતાની તૈયારી ચાલુ રાખશે અને સારા રેન્ક માટે ફરીથી પરીક્ષા આપીશું. કારણ કે તેનું લક્ષ્ય IAS બનવાનું છે.

પોતાની સફરને યાદ કરતાં શિવમે કહ્યું, 'મારા પિતા, જે બાંધકામ સાથે સંકળાયેલા છે, તેમણે મને સિવિલ સર્વિસ વિશે જણાવ્યું હતું. ત્યારે હું પાંચમા કે છઠ્ઠા ધોરણમાં હતો. ત્યારથી મેં નક્કી કર્યું હતું કે મારે કોઈ એક દિવસ આ પેપર મારે ચોક્કસ પાસ કરવું પડશે.'

તૈયારી દરમિયાન નિષ્ફળતા વિશે વાત કરતા, તેણે કહ્યું, 'જ્યારે મેં બે વાર પરીક્ષા પાસ ન કરી ત્યારે મને ખરાબ લાગ્યું. મારા પરિવારના સભ્યોએ મને દરેક રીતે સાથ આપ્યો પરંતુ મને ખરાબ લાગતું હતું કે એકમાત્ર પુત્ર હોવા છતાં હું તેમને આર્થિક રીતે કોઈ મદદ કરી શકતો ન હતો. પરંતુ અંતે પરિવારના બલિદાન અને મહેનતને સફળતા મળી, જેના માટે હું ખુશ છું.'

શિવમે જણાવ્યું કે UPSC સભ્ય સુમન શર્માની પેનલ દ્વારા તેમનો ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. શિવમે કહ્યું, 'મેં ક્યારેય કોઈ નોકરી કરી નહોતી. મારા જીવનનો આ પહેલો ઈન્ટરવ્યુ હતો.'

શિવમના જણાવ્યા અનુસાર, ઇન્ટરવ્યુમાં તેમને મણિપુર હિંસા, ઇલેક્ટ્રિક વાહનોના પડકારો, લિથિયમ માર્કેટ, ચીન સાથે ભારતના સંબંધો પર પ્રશ્નો અને અભિપ્રાયો પૂછવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp