ગાંધીનગર મહાનગરપાલિકાના વિપક્ષના નેતાના પુત્રએ કર્યો આપઘાત

PC: amazonaws.com

ગાંધીનગર મહાનગરપાલિકાના વિપક્ષના નેતાના ગુમ થયેલા પુત્રનો મૃતદેહ જાસપુર કેનાલના સાયફનમાંથી પોલીસને મળ્યો. આપઘાત કરતા પિતરાઈ ભાઈને ફોન કર્યા પછી વિપક્ષના નેતાનો પુત્ર ગુમ થયો હતો.

ગાંધીનગર મહાપાલિકાના વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાના પુત્ર જયરાજસિંહ બિહોલાએ તેમના પિતરાઈ ભાઈને ફોન કરીને કહ્યું હતું કે, છેલ્લી વાર મારું મો જોવું હોવ તો આવી જાવ. પિતરાઈ ભાઈએ આ સમગ્ર વાત જયરાજસિંહના પરિવારને જણાવતા પરિવારના સભ્યો ચિંતામાં મૂકાઈ ગયા હતા. ફોન કર્યા પછી જયરાજસિંહ બિહોલાનો કોઈ અતોપતો લાગ્યો ન હતો, જેના કારણે જયરાજસિંહ બિહોલાના પરીવારજનોએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનોની ફરીયાદના આધારે પોલીસે જયરાજસિંહને શોધખોળ શરૂ કરી હતી.

બીજી તરફ ફાયર વિભાગને એક માહિતી મળી હતી કે, જાસપુર કેનાલ પાસે એક બાઈક મળી આવ્યું છે. આ બાબતે ફાયર વિભાગના અધિકારીઓ અને  કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. ફાયરના અધિકારીઓને બાઈકની પાસેથી ચપ્પલ અને પાકીટ પણ મળ્યું હતું, પાકીટની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ તમામ વસ્તુઓ જયરાજસિંહ બિહોલાની છે. તેથી ફાયરના કર્મચારીઓ દ્વારા કેનાલમાં જયરાજસિંહ બીહોલાની શોધખોળ કરવામાં આવી હતી.

ફાયરના કર્મચારીઓની શોધખોળ દરમિયાન જાસપુર કેનાલના સાયફનમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઇ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા મૃતદેહની તપાસ કરતા મૃતદેહ જાસપુર જયરાજસિંહ બિહોલાનું હોવાનું જાણવા મળ્યું હતુ. આ બાબતે પોલીસે વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાના જાણ કરીને જયરાજસિંહના મૃતદેહને કલોલ પોસ્ટમોર્ટન રૂમ ખાતે લઇ જવાની તજવીજ હાથ ધરી હતી. સમગ્ર મામલે પોલીસે પ્રાથમિક તપાસ કર્યા પછી અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. પુત્રના મોતના સમાચાર સાંભળીને શૈલેન્દ્રસિંહ બિહોલાનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp