આખરે રિતિક સાથે છૂટાછેડા અંગે સુઝાને તોડ્યુ મૌન, જણાવ્યુ શા માટે લીધા છૂટાછેડા

PC: instagram.com/Sussanne Khan

રિતિક રોશન અને સુઝાન ખાનની જોડીને બોલિવુડની સૌથી લોકપ્રિય જોડી તરીકે ઓળખવામાં આવતી હતી. જોકે, 13 વર્ષના લગ્ન જીવન બાદ બંનેએ 2013માં અલગ થવાનો નિર્ણય લીધો અને 2014માં તેમણે કાયદાકીય રીતે છૂટાછેડા લીધા હતા. આ સુપરસ્ટાર કપલે હંમેશાં પોતાના સંબંધોને લઈને ચૂપકિદી બનાવી રાખી, પરંતુ હાલમાં જ સુઝાને એક ઈન્ટરવ્યૂમાં રિતિક અને પોતાના રિલેશનશિપને લઈને વાત કરી હતી. સુઝાને જણાવ્યુ હતુ કે- અમે પોતાના જીવનમાં એક એવા સ્ટેજ પર પહોંચી ગયા હતા, જ્યાં અમે એ નિર્ણય કર્યો હતો કે, અમે બંને સાથે ન રહીએ એ જ વધુ યોગ્ય રહશે. મને લાગે છે કે, કે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે, અમે એકબીજાની ફીલિંગ્સ અને ઈમોશન્સને લઈને ઈમાનદાર રહીએ, જોકે હવે અમે ખૂબ જ સારા મિત્રો છીએ.

ઉલ્લેખનીય છે કે, સુઝાને ગૌરીના બર્થડે પર તેને ઈન્સ્ટાગ્રામ પર વિશ કર્યુ હતુ. આ ફોટામાં સુઝાન, ગૌરી અને રિતિક દેખાઈ રહ્યા છે. સુઝાને આ ફોટા માટે ફ્રેન્ડ્સ ફોર લાઈફ કેપ્શનનો ઉપયોગ કર્યો હતો. જેના પરથી એ સ્પષ્ટ થાય છે કે, છૂટાછેડા બાદ પણ સુઝાન અને રિતિકની વચ્ચે સારી મિત્રતા છે.

રિતિક અને સુઝાને 2000ની સાલમાં લગ્ન કર્યા હતા. આ કપલને રેહાન અને રિદ્વાન નામના બે દીકરાઓ છે. ખાસ વાત એ છે કે, છૂટાછેડા લેવા છતા રિતિક અને સુઝાન બંને પોતાના બાળકોને લઈને ખૂબ જ કમિટેડ છે. સુઝાને જણાવ્યુ હતુ કે, હું અને રિતિક એકબીજા સાથે ચેટ પર વાતો કરતા રહીએ છીએ, પરંતુ હવે સાથે ખૂબ જ ઓછો ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ. પરંતુ અમે અમારા બાળકોને લઈને ખૂબ જ કમિટેડ છીએ. અમે એકબીજાની રિસપેક્ટ કરીએ છીએ અને જ્યારે પણ બાળકોનો સવાલ ઉત્પન્ન થાય તો અમે આપસી મતભેદ ભૂલાવીને માત્ર તેમને જ પ્રાથમિકતા આપીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp