દેશના સૌથી અમીર મહિલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા

PC: livemint.com

લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટા મોટા ઝટકા મળી રહ્યા છે. હવે દેશના સૌથી અમીર મહિલાએ પણ કોંગ્રેસને બાય બાય કરી દીધું છે અને ભાજપમાં જોડાઇ ગયા છે.

ઓપી જિંદાલ ગ્રુપના ચેરમેન અને દેશના સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદાલે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે અને ભાજપમાં જોડાઇ ગયાછે. સાવિત્રી જિંદાલ 84 વર્ષના છે અને હરિયાણામાં 10 વર્ષ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

બ્લુમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે 28 માર્ચ 2024 સુધીમાં સાવિત્રી જિંદાલની નેટવર્થ 29.6 બિલિયન ડોલર એટલે કે 2.47 લાખ કરોડ રૂપિયા છે. ઓપી જિંદાલ ગ્રુપ, સ્ટીલ, સીમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રકચર, ઇન્વેસ્ટમેન્ટ, પેઇન્ટસ સહિતના અનેક બિઝનેસ સાથે જોડાયેલું છે.

તેમણે x પ્લેટફોર્મ પર કોંગ્રેસમાંથી રાજીનામાની જાહેરાત કરી હતી અને કોંગ્રેસનો આભાર પણ માન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp