EVM: અમે ચૂંટણીને કંટ્રોલ ન કરી શકીએ, પણ ચૂંટણી પંચે અમારી શંકા દૂર કરી છેઃ SC

PC: ndtv.com

પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સાથે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા પડેલા મતોની સંપૂર્ણ ચકાસણી માટે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આ દરમિયાન, કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી અને સ્પષ્ટ કર્યું કે તે ચૂંટણી માટે કંટ્રોલિંગ ઓથોરિટી નથી મતલબ કે નિયંત્રક સત્તા નથી અને બંધારણીય સત્તા ભારતના ચૂંટણી પંચની કામગીરીને નિર્દેશિત કરી શકતી નથી. સુનાવણી દરમિયાન, કોર્ટે કહ્યું કે, અમે ચૂંટણીઓને નિયંત્રિત કરી શકતા નથી જે કોઈ અન્ય બંધારણીય સત્તા (ચૂંટણી પંચ) દ્વારા કરાવવામાં આવે છે. કોર્ટે કહ્યું કે, ચૂંટણી પંચે અમારી શંકાની સમાધાન કરી દીધું છે.

જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે કહ્યું કે તે માત્ર શંકાના આધારે કાર્યવાહી કરી શકે નહીં. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરવામાં આવી હતી. ADR તરફથી હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણના પ્રશ્નોના જવાબમાં કોર્ટે કહ્યું કે જો તમે કોઈ વિચાર પ્રક્રિયા વિશે પૂર્વ ધારણા ધરાવતા હોવ તો અમે તમને મદદ કરી શકીએ નહીં. અમે તમારો વિચાર બદલવા માટે અહીં નથી બેઠા.

સુપ્રીમ કોર્ટે બુધવારે ચૂંટણી પંચ પાસેથી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની કામગીરીના કેટલાક પાસાઓ પર સ્પષ્ટતા માંગી હતી અને ચૂંટણી પંચના ટોચના અધિકારીને બપોરે 2 વાગ્યે બોલાવ્યા હતા. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારી કોર્ટના પ્રશ્નોના જવાબ આપવા આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેંચે કહ્યું કે તેને અમુક પાસાઓ પર સ્પષ્ટતાની જરૂર છે કારણ કે EVM પર વારંવાર પૂછાતા પ્રશ્નો અંગે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા જવાબોમાં થોડી વિસંગતતા હતી.

બેંચે ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને કહ્યું કે, અમે ખોટા સાબિત થવા માંગતા નથી, પરંતુ અમારા તારણો વિશે સંપૂર્ણ ખાતરી કરવા માંગીએ છીએ અને તેથી અમે વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર નીતીશકુમાર વ્યાસ બપોરે 2 કલાકે.ને બોલાવવા માટે કહ્યું.

વ્યાસે અગાઉ EVMની કામગીરી અંગે કોર્ટમાં રજૂઆત કરી હતી. તેમણે EVMઈવીએમના સ્ટોરેજ, કંટ્રોલ યુનિટમાં માઈક્રોચિપ અને અન્ય પાસાઓને લગતા કેટલાક મુદ્દાઓને સ્પર્શ્યા જેના સંદર્ભમાં કોર્ટે સ્પષ્ટતા માંગી હતી. VVPAT એક સ્વતંત્ર વોટ વેરિફિકેશન સિસ્ટમ છે જેના દ્વારા મતદારો જાણી શકે છે કે તેમનો વોટ તે વ્યક્તિને ગયો છે કે જેના માટે તેમણે વોટ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp