ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ, આ નેતાએ ભાજપનો ખેસ ધારણ કર્યો

PC: wikimedia.org

ગુજરાત કોંગ્રેસના નેતાઓના આંતરિક જૂથવાદ અને વિખવાદના કારણે કોંગ્રેસના એક પછી એક નેતાઓ અને કાર્યકર્તાઓ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી રહ્યા છે. રાધનપુર અને બાયડના કોંગ્રસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા પછી લુણાવાડા વિધાનસભાની બેઠક પર કોંગ્રેસમાં ભંગાણ થયું છે. આણંદ જિલ્લા કોંગ્રસના પ્રમુખે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

એક રિપોર્ટ અનુસાર લુણાવાડા બેઠક પર યોજાયેલી ભાજપની જનસભામાં આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વીનુ ઠાકોરે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. વિનુ ઠાકોરે શનિવારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું હતું. ભાજપમાં જોડાયા પછી સોમવારના રોજ સવારે 9:50 કલાકે વીનુ ઠાકોરે ફેસબુક પર એક પોસ્ટ અપલોડ કરી હતી. આ પોસ્ટમાં તેમને લખ્યું હતું કે, બધા જ મિત્રોને જવાબ આપું છું, બધા જ સવાલોના જવાબ થોડા જ કલાકોમાં. પણ વિચારું છું કે, કેટલાને ઉઘાડા કરું.

વીનુ ઠાકોરની આ પોસ્ટના કારણે થોડીવાર સોશિયલ મીડિયા પર વોર શરૂ થઇ ગયો હતો. જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ વીનુ ઠાકોર સામે રોષ વ્યક્ત કર્યો હતો, તો ભાજપના કાર્યકર્તાઓએ વીનુ ઠાકોરનું સમર્થન કર્યું હતું. આ સોશિયલ વોર પછી આણંદ ભાજપ કાર્યાલય દ્વારા વીનુ ઠાકોરના નામ સાથે 15 ઓક્ટોબરના રોજ એક પ્રેસકોન્ફરન્સનું આમંત્રણ આપતો મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, એક પછી એક નેતાઓ કોંગ્રેસનો સાથે છોડીને ભાજપના આવી રહ્યા અને પછી કોંગ્રેસ પર આંકરા પ્રહારો કરી રહ્યા છે અને આ નેતાઓ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તેઓ ભાજપના નેતાઓ પર આંકરા પ્રહારો કરતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp