આ દેશમાં કોલ ગર્લ્સ કરે છે લોકોનો કોરોના ટેસ્ટ, વેશ્યાલયને બનાવ્યું કોવિડ સેન્ટર

PC: aajtak.in

કોરોના વાયરસ સામે લડવા માટે સમાજના દરેક લોકો પોત-પોતાની રીતે  સંઘર્ષ કરી રહ્યો છે અને આ મહામારીથી લડવાનો પ્રયાસ કરી રહ્યો છે. જર્મનીમાં પણ કંઈક એવું જ જોવા મળી રહ્યું છે, જ્યાં એક વેશ્યાલયને કોરોના ટેસ્ટિંગ સેન્ટર બનાવી દેવામાં આવ્યું છે અને અહીં કામ કરતી મહિલાઓ પણ એક્ટિવ થઈ ચૂકી છે. આ વેશ્યાલય દક્ષિણ-પશ્ચિમી જર્મનીમાં હાયડલબર્ગ નામના શહેરમાં આવેલું છે. તેનું નામ બિહીવ લવ સેન્ટર છે અને અહીં 25 મહિલાઓ કામ કરે છે.

જર્મનીના હેલ્થ વર્કર્સે તેમાંથી કેટલીક મહિલાઓને કોરોના ટેસ્ટ કરવા માટેની ટ્રેનિંગ પણ આપી છે. અહીં કામ કરનારી 45 વર્ષની એક મહિલાએ અંગે વાત કરી છે. જર્મનીની ન્યૂઝ વેબસાઈટ બાઈલ્ડ સાથે વાત કરતા જેનીએ કહ્યું હતું કે, મારે એક પ્રોટેક્ટિવ ગાઈન, માસ્ક અને ગ્લવ્સ પહેરવા પડે છે. સામાન્ય રીતે હું પોતાની જાતને વધારે ઢાંકીને નથી રાખતી પરંતુ આ વાયરસને લીધે અમારે ઘણી બધી વ્યવસ્થા કરવી પડી રહી છે અને આ વાયરસના ખતરાને જોઈને અમે દરેક સાવધાની રાખી રહ્યા છીએ.

તેણે આગળ વાત કરતા કહ્યું હતું કે અમારે અમારી જોબમાં પણ ઘણા સંવેદનશીલ રહેવું પડે છે અને કોરોના ટેસ્ટિંગના સમયે પણ કંઈક આવું જ છે. ટેસ્ટિંગના 20 મિનિટની અંદર જ કોઈને પણ પોતાના મોબાઈલ પર કોરોના ટેસ્ટનો રિપોર્ટ મળી જાય છે. ખાસ વાત એ છે કે આ ટેસ્ટ માટે લોકોએ કોઈ પૈસા ચૂકવવા પડતા નથી. જણાવી દઈએ કે આ જગ્યાના માલિક 59 વર્ષના કેલ છે. તેમણે પોતાની આ જગ્યા પ્રશાસનને ફ્રીમાં આપી છે.

તેમણે કહ્યું છે કે અમે આ મહામારીથી લડવા માટે પોતાનું યોગદાન આપ ઈચ્છતા હતા. જર્મનીમાં વેક્સીનેશનની પ્રક્રિયા ઘણી ઝડપે ચાલી રહી છે. જર્મનીમાં આશરે 2 કરોડ લોકોએ એક વખત કોરોનાની વેક્સીન લગાવડાવી દીધી છે. તે સિવાય 90 લાખ લોકોએ બે વખત પોતાની વેક્સીનના ડોઝ લઈ લીધા છે. હાલ દુનિયામાં સૌથી વધુ કોરોનાના કેસો બ્રાઝિલ અને અમેરિકાની સાથે ભારતમાં જોવા મળી રહ્યા છે. ભારતમાં કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલ બેડ, ઓક્સિજન અને દવાની અછત સર્જાતા દુનિયાના દેશો ભારતને પોતાની મદદ મોકલી રહ્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp