બાપુ લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે કહેનારા ભાજપમાં જોડાઇ ગયા: લાલજી પટેલ

PC: twitter.com

પાટીદાર અનામત આંદોલન સમિતિ (PASS)ના મોટા ચહેરાં ગણાતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા શનિવારે રાત્રે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા મીની હીરાબજાર પાસે આયોજિત કાર્યક્રમમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાઇ ગયા હતા. ભાજપ નેતાઓની હાજરીમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે બંનેને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો.

વર્ષ 2015માં અનામત આંદોલન PASS અને SPG ચલાવતા હતા. SPGના લાલજી પટેલે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાને ટોણો મારતા કહ્યુ હતું કે, જે લોકો એ એવો નારો આપેલો કે બાપુ લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે, હવે આવું કહેનારા પોતે જ ભાજપમાં જોડાઇ ગયા છે.

લાલજી પટેલે કહ્યું કે, આને કારણે જે ખરેખર આંદોલનકારી હશે તેની પર પણ સમાજના લોકો વિશ્વાસ નહીં મુકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp