બે કોર્પોરેટર ભાજપમાં જોડાઇ ગયા, ગાંધીનગર મહાનગર પાલિકા કોંગ્રેસ મૂક્ત થઇ ગઇ

PC: twitter.com

ગાંધીનગર મહાનગર પાલિકામાં ભાજપ સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવનારા કોંગ્રેસના 2 કોર્પોરેટરોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે જેને કારણે ભાજપમાં જોડાઇ જતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ગાંધીનગર મહાનગર પાલિકા હવે કોંગ્રેસ મૂક્ત થઇ ગઇ છે. આ બંને કોર્પોરેટરો આવતીકાલે ભાજપમાં જોડાઇ જશે.

ભાજપે જે ભરતી મેળો ચાલું કર્યો છે એમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, ધારાસભ્યો પણ તેમની પાર્ટી છોડીને ભાજપમાં આવી ગયા છે હવે ગાંધીનગર મહાનગર પાલિકાના 2 કોર્પોરેટરોએ પણ રાજીનામું આપીને કેસરીયો ધારણ કરવાના છે.

ગાંધીનગર મહાનગર પાલિકામાં કુલ 44 બેઠકો છે અને તેમાંથી 41 બેઠકો ભાજપ પાસે છે, 2 કોંગ્રેસના હતા અને એક બેઠક અપક્ષની છે. પરંતુ કોંગ્રેસના અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે, જેને કારણે ગાંધીનગર પાલિકા હવે કોંગ્રેસ મૂક્ત થઇ ગઇ છે.

અંકિત અને ગજેન્દ્રએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાવવાની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. થોડા દિવસો પહેલાં તેમણે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાથે મુલાકાત કરી હતી.

એક સમય એવો હતા જ્યારે કોંગ્રેસના આ કોર્પોરેટરો ભાજપનો જબરદસ્ત વિરોધ કરતા હતા.ગાંધીનગર મનપામાં ભારે ભ્રષ્ટ્રાચાર ચાલતો હોવાનો આક્ષેપો પણ કરતા હતા. ઉપરાંત રોડ રસ્તા, પાણી, ગટરના મુદ્દાઓ, ઢોર ડબ્બામાં મોત કે બ્રિજની ગુણવત્તા વિશે પણ ભાજપ સામે બાંયો ચઢાવતા હતા. અંકિત બારોટે તો એક વખત એવો આક્ષેપ કરેલો કે મનપાના ભ્રષ્ટાચારની કટકી કમલમ સુધી પહોંચે છે. મનપા કચેરીનું નામ ભ્રષ્ટાચાર ભવન કરી દેવાની પણ બારોટે વાત કરી હતી.

જાણવા મળેલી વિગત મુજબ એપ્રિલ મહિનાના અંતમાં ગાંધીનગર મનપાના હાલના પદાધિકારીઓને અઢી વર્ષ પુરા થયા છે ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અંકિત અને ગજેન્દ્રને પાલિકામાં મહત્ત્વના હોદ્દા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp