આવો જાણીએ રથયાત્રામાં પહિન્દ વિધિ એટલે શું ?

રથયાત્રાનો પ્રારંભ થાય તે પહેલા પહિન્દ વિધિ કરવામાં આવે છે. ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીને ત્રણેય રથમાં બિરાજમાન કરાય, ત્યાર પછી રથયાત્રાના રસ્તાને સોનાની સાવરણીથી સાફ કરાય છે. દેશનો રાજા હોય તે સોનાની સાવરણી લઈને રથયાત્રાના પ્રારંભિક રસ્તાની સફાઈ કરે છે. પણ હાલ રાજ્યના મુખ્યપ્રધાન રથયાત્રાના રસ્તાને સોનાની સાવરણીથી સફાઈ કરે છે, અને ત્યાર પછી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે, આને રથયાત્રામાં પહિન્દ વિધી કહેવાય છે.

ઓરિસ્સાના પુરીની રથયાત્રામાં પહિન્દ વિધી કરાય છે, જેને પગલે અમદાવાદની રથયાત્રામાં પહિન્દ વિધિ કરવાની પરંપરા ચાલી આવે છે. અમદાવાદની રથયાત્રામાં સૌથી વધુ વખત પહિન્દ વિધિ કરવાનો રેકોર્ડ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે. બાર વર્ષ તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યા, અને બારેય વર્ષ નરેન્દ્ર મોદીએ રથયાત્રામાં આવીને પહિન્દ વિધી કરીને રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.

138મી રથયાત્રા અષાઢી બીજને 18 જૂલાઈને શનિવારે નિકળનાર છે. ત્યારે આ વર્ષે રથયાત્રામાં પહિન્દ વિધિ રાજ્યના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન આનંદીબહેન કરશે. રથયાત્રાને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, અને અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ચુક્યો છે. જમાલપુર મંદિર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. મંદિરમાં પ્રસાદની તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રાની તડામાર તૈયારીઓને આખરી ઓફ અપાઈ રહ્યો છે. આ વખતે અષાઢી બીજને દિવસે જ રમઝાન ઈદ પણ છે. જેથી આ રથયાત્રા દરમિયાન હિન્દુ-મુસ્લીમ કોમી એકતાના દર્શન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp