બાબાજી BTTનું શું થયું? IT કરતા ત્રણ ગણી આવક મળે છે

PC: newindianexpress.com

ભારતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યાં હતા. કેન્દ્રમાં UPA સરકાર હતી ત્યારે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાએ એક પ્રપોઝલ કરી હતી કે ઇન્કમ ટેક્સ અને સર્વિસ ટેક્સ સહિતના તમામ ટેક્સ નાબૂદ કરીને બેંક ટ્રાન્ઝેક્શન ટેક્સ લાવવો જોઇએ. આ વિધાન સાથે બાબા રામદેવે પણ સૂર પુરાવ્યો હતો અને તેઓ એવું બોલી ગયા હતા કે કેન્દ્રમાં BJP સરકાર આવશે ત્યારે આ બધા ટેક્સ નાબૂદ કરી દેશે. તેમણે બેંક ટ્રાન્ઝેક્શન ટેક્સની હિમાયત કરી હતી ત્યારે જ BJPના નેતાએ ચૂંટણી ભાષણમાં કહ્યું હતું કે અમારી સરકાર આવશે તો ચોક્કસ આ દિશામાં વિચાર કરશે.

હવે આ ભલામણ કરનારા લોકો ક્યાં ગયા છે તેને ભારતની પ્રજા શોધે છે, કારણ કે ભારતની જનતા વિવિધ પ્રકારના ટેક્સ અને સેસના ભારણમાં દબાતી જાય છે. હવે કોઇ તો બોલો- બેંક ટ્રાન્ઝેક્શન ટેક્સનું શું થયું? બાબા રામદેવને હવે આવી બાબતોમાં રસ નથી, કેમ કે તેમણે તો તેમનો ગોલ સિદ્ધ કરી દીધો છે. 2014માં તત્કાલિન નાણામંત્રી યશવંતસિંહા કહેતા હતા કે ભાજપની સરકાર આવશે તો બેંક ટ્રાન્ઝેક્શન ટેક્સ નાંખશે અને ઇન્કમ ટેક્સ દૂર કરશે.

તેમણે કહ્યું હતું કે બેંકમાં જેટલી વખત ટ્રાન્ઝેક્શન કરો એટલી વખત સરકારને ટેક્સ ચૂકવવાનો રહેશે. જેને ટૂંકમાં BTT કહેવામાં આવે છે. કેટલાક દેશોમાં આવી સ્કીમ છે. ભારતમાં પણ ટેક્સ ચોરીનું પ્રમાણ વધુ હોવાથી સરકારે આ દિશામાં વિચારવું જોઇએ. આ દરખાસ્તને બાબા રામદેવે ટેકો આપ્યો હતો. બાબા રામદેવ ગાઇ વગાડીને કહેતા હતા કે ભાજપની સરકાર આવશે તો BTT ફરજિયાત કરશે અને તેની સામે ઇન્કમ ટેક્સ નાબૂદ કરી દેશે. દેશના કોઇ નાગરિકને ઇન્કમ ટેક્સ ભરવો નહીં પડે. રાજ્યના નાણાં વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે કોઇપણ સરકાર માટે BTT લાવવું તે સરળ છે. ઇન્કમ ટેક્સનો કાયદો નાબૂદ કરીને BTT લાવી શકાય છે. પાર્લામેન્ટમાં તેની કાર્યવાહી કરવી પડે છે.

BTTનો ફાયદો શું છે તેનો ખ્યાલ આપતાં તેમણે કહ્યું કે BTTના કારણે સરકારને ઇન્કમ ટેક્સમાંથી મળતી આવક કરતાં ત્રણ ગણી વધારે આવક મળી શકે છે. આ પગલાંથી ટેક્સ ચોરીનું દૂષણ દૂર થઇ જશે, કેમ કે પ્રત્યેક વ્યક્તિ બેંક ટ્રાન્ઝેક્શન કરતી હોય છે. જનધન યોજના પછી દેશમાં 90 ટકા લોકો પાસે બેંક એકાઉન્ટ છે જેનો સીધો ફાયદો સરકારને મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp