'બહેનના લગ્ન છે અને કંપનીએ મારું..', રોડ પર રડતો મળ્યો Zomatoનો ડિલિવરી એજન્ટ

PC: twitter.com/Sohamllb

એક વ્યક્તિએ ઉત્તર દિલ્હીના GTB નગરમાં રોડ પર પરેશાન ફરી રહેલા Zomato ડિલિવરી એજન્ટની તસવીર શેર કરી છે. સોહમ ભટ્ટાચાર્ય નામના વ્યક્તિએ ડિલિવરી એજન્ટની તસવીર સાથે જે લખ્યું તે દિલ પિગળાવી દેનારું છે. તેણે જણાવ્યું કે, આ છોકરાનો દાવો છે કે થોડા દિવસોમાં તેની બહેનના લગ્ન છે અને Zomatoએ તેનું અકાઉન્ટ બ્લોક કરી દીધું છે. તે GTB રોડ પાસે ધ્રુસકે ધ્રુસકે રડતો નજરે પડ્યો. એ લોકો પાસે પૈસા માગી રહ્યો છે અને કહી રહ્યો છે તેણે કંઇ ખાધું નથી અને તે પોતાની બહેનના લગ્ન માટે પૈસા ભેગા કરવામાં લાગ્યો છે.

તેણે આગળ કહ્યું કે, બની શકે તો પ્લીઝ તેને વાયરલ કરી દો. તસવીરમાં ડિલિવરી એજન્ટની આંખોમાં આંસુ નજરે પડી રહ્યા છે. શેર કર્યા બાદ આ પોસ્ટને લગભગ 20 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ મામલો સામે આવ્યા બાદ Zomatoએ પણ સોહમની પોસ્ટ પર રીએક્ટ કર્યું છે. Zomatoએ લખ્યું કે, અમે પોતાના ડિલિવરી પાર્ટનર્સની કિંમત સારી રીતે સમજીએ છીએ અને જાણીએ છીએ કે ડિલિવરી એજન્ટની ID બ્લોક થઈ જવાથી શું અસર થાય છે. નિશ્ચિંત રહો, અમે એવા મામલાને ગંભીરતાથી લઈએ છીએ.

Zomatoએ વધુમાં લખતા જણાવ્યું કે, અમે તમને આશ્વાસન આપીએ છીએ કે આ મુદ્દા પર ધ્યાન આપીશું. અમારા ડિલિવરી પાર્ટનર અમારા માટે ગ્રાહક જેટલા જ જરૂરી છે. તો સોહમે પોસ્ટ સાથે QR કોડ શેર કર્યો અને લોકોને પોતાની ક્ષમતા મુજબ પૈસા આપીને ડિલિવરી એજન્ટની મદદ કરવાનો આગ્રહ કર્યો. સોશિયલ મીડિયા પર આ QR કોડની મદદથી લોકોએ એ વ્યક્તિની મદદ પણ કરી. સોહમે પોસ્ટની એક કમેન્ટમાં જણાવ્યું કે, આ વ્યક્તિએ હવે રેપીડો માટે કામ કરવાનું શરૂ કર્યું છે જેથી તે લગ્ન માટે પૈસા ભેગા કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp