રાજકોટમાં મિત્રનો જન્મદિવસ ઉજવવા 3 વિદ્યાર્થીઓએ 100 કિલો ભંગારની કરી ચોરી
રાજકોટમાં જાણે વિદ્યાર્થીઓ હવે ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, થોડા દિવસ પહેલા જ રાજકોટ શહેરની યુનિવર્સિટી પોલીસે નકલી નોટ સાથે આત્મીય કોલેજ અને ગારડી કોલેજના બે વિદ્યાર્થીઓને પકડ્યા હતા. ત્યારે હવે યુનિવર્સિટી પોલીસે ભંગાર ચોરીના ગુનામાં અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરતાં 3 સગીર