સરકારે ચણા ટેકાના ભાવે ન ખરીદ્યા, ખેડૂતોને કરોડોનું નુકસાન

PC: khabarchhe.com

કેન્દ્ર સરકાર ટેકાના ભાવો મળી રહેશે એવું નવા કાયદાનો અમલ કરતી વખતે મૌખિક કહે છે. પણ કાયદામાં જોગવાઈ કરીને ખેડૂતોને ખાતરી આપવા તૈયાર નથી. તેનું ઉદાહરણ ગુજરાતમાં ચણાના પાકમાં છે. કેન્દ્રની સરકારે ચણાના ટેકાના ભાવ રૂપિયા 1020 નક્કી કર્યા છે. પણ ખેડૂતો દ્વારા 625થી 900ની વચ્ચે વેચે છે. સરેરાશ 20 કિલોના રૂપિયા 800 મળી રહ્યાં છે.

આમ ખેડૂતોને 20 કિલોએ 400થી 125ની નુકસાની જાય છે. શરેરાશ 300 રૂપિયા ઓછા મળી રહ્યાં છે. ટેકાના ભાવ ચણાની આ પડતર કિંમત છે. તેમાં ખેડૂતની મજૂરી અને મહેનત તથા ખેતરનું ભાડું અને નફો ઉમેરવામાં આવે તો 20 કિલોની કિંમત 1500-1600 થાય છે. ખરેખર તો ખેડૂતોનો માલ રૂપિયા 1500માં વેચાવો જોઈતો હતો. આમ ખોટ મોટી છે.

અડધા ભાવે લૂંટ   

તેનો મતલબ કે ખેડૂતો અડધા ભાવે ચણા વેચી રહ્યા છે. છતાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર લૂંટ જોઈ રહી છે. ઓછા ભાવે ખરીદી થઈ રહી હોવા છતાં વેપારીઓ સામે કે એપીએમસી સામે કોઈ પગલાં ભરવામાં આવતા નથી. આ ભાવ એપીએમસીના છે પણ ગામડામાં જઈને વેપારીઓ ખેડૂતો પાસેથી સીધો માલ ખરીદે છે. તે તો રૂપિયા 500માં 20 કિલો ખરીદે છે. આમ ખેડૂતો લૂંટાઈ રહ્યાં છે.

ચણા પકવતા વિસ્તારો બરબાદ 

જ્યાં ચણાં સૌથી વધારે પાકે છે અને વેચાય છે તે પોરબંદરમાં ભાવ 625થી 626 રહ્યાં છે. કૃષિ પ્રધાનના ગામ જામનગરમાં 850થી 900 છે. પૂરવઠા પ્રધાનના ગામ રાજકોટમાં 860થી 920 ભાવ છે. તેમના મત વિસ્તાર ધોરાજી-જેતપુરમાં 841-906 ભાવ છે. પોરબંદરના ઘેડ પછી સૌથી વધું ચણા અમદાવાદ અને બોટાદ જિલ્લાના ભાલ વિસ્તારમાં પાકે છે. જ્યાં રોજ 20 હજાર ગુણી ચણા આવે છે. ભાવ રૂપિયા 850થી 827 છે. 

8.19 લાખ હેક્ટરમાં વાવેતર 

2020માં 8.19 લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર થયું હતું. જે ગયા વર્ષે 2019માં 3.78 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. તેની આગળવા 3 વર્ષમાં સરેરાશ 3 લાખ હેક્ટરમાં વેવાતર થયું હતું. 

હેક્ટરે 1500 કિલો ઉત્પાદન 

ખરીફ અને ઉનાળું ઋતુમાં ચણા પાકતાં નથી. પણ રવી ઋતુમાં ચણા પાકે છે. 8 લાખ કેહ્ટરમાં 12.50 લાખ ટન ચણા પાકવાની ધારણા ખેડૂતોની છે. 2019-20માં 4 લાખ હેક્ટરે 6.35 લાખ ટન ચણા પાક્યા હતા. ગુજરાતમાં સરેરાશ 1568-1600 કિલો એક હેક્ટરે ચણા પાકે છે.

નપાણીઓ વિસ્તાર 

ચણા પકવતો વિસ્તાર મોટા ભાગે નપાણીઓ છે અને તેમના ખેતરોમાં મોટા ભાગે કંઈ પાકતું નથી. તેથી ચોમાસા પછી ચણા વાવે છે. તે શિયાળામાં ખારી જમીનમાં પણ થઈ શકે છે. ચણાને ઓછા પાણીની જરૂર પડે છે.

ખોટ 

ચણા પકવનારા મોટા ભાગે ઓછી આવક ધરાવતાં ખેડૂતો છે. તેમના  8.19 લાખ હેક્ટરમાં 1,22,86,50,000 (123 કરોડ કિલો અથવા 123 લાખ ક્વીન્ટલ અથવા 12.30 લાખ ટન) કિલો ચણા પેદા થવાની ઘારણા છે.
12.50 લાખ ટન ચણામાંથી 50 ટકા ખેડૂતો પોતાના ચાણા ખેતરથી જ વેચીં નાંખે છે. આમ અંદાજ મૂકી શકાય કે 6.25 કરોડ ટન ચણા વેચાઈ ગયા હશે. 20 કિલોના રૂપિયા 800 પ્રમાણે, રૂપિયા 5 હજાર કરોડના ચણા વેચી નાંખ્યા છે. 1352 કરોડ રૂપિયાની ખોટ ગઈ હોઈ શકે છે.

ખરેખર ઉત્પાદન ખર્ચ જો 20 કિલોના રૂપિયા 1500 ગણવામાં આવે તો ખોટ 700ની થાય છે. તે હિસાબે ખેડૂતોને વાસ્તવિક ખોટ રૂપિયા 4300 કરોડની ખોટ ગણી શકાય છે. આમ ખેડૂતોને ટેકાના ભાવ ન મળતા અનેક ખેડૂતોને આર્થિક નુકસાની ગઈ છે. 

 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp