પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે તેનાથી ગુજરાતના ખેડૂતો ખુશ થશે

ગુજરાતના હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે તેને કારણે ખેડુતો માટે સારા સમાચાર છે, તેમણે કહ્યું કે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ માવઠું થાય તેવી કોઇ શક્યતા દેખાતી નથી. આનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, આમ તો પવનની દિશા ઘણા દિવસોથી બદલાઇ છે. ઉત્તર-પશ્ચિમ અને કેટલાંક વિસ્તાકોમાં પશ્ચિમી પવનો ફંકાઇ રહ્યા છે. ઉત્તર ભારત પરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય છે. તેની સિઝન પુરી થવા આવી છે.

ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય ત્યારે હિમ વર્ષા થતી હોય છે. આવા સંજોગોમાં અરબ દેશો તરફથી જે પવન ફુંકાઇ તે દરમિયાન જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તો વાદળોના અમૂક લેયર્સ ગુજરાત તરફ આવતા હોય છે. જેને લીધે વાદળ છાયું વાતાવરણ બને. પરંતુ પવનની ગતિ તો છે, પરંતુ વાદળોના લેયર્સમાં ભેજ નથી એટલે માવઠું થવાની શક્યતા દેખાતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp