સરકારનો આદેશ, 1 એપ્રિલથી ઘઉંના સ્ટોકની જાણકારી આપવી પડશે

PC: factly.in

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું છે કે, એકંદરે ખાદ્ય સુરક્ષાનું વ્યવસ્થાપન કરવા અને સંગ્રહખોરી અને અનૈતિક અટકળોને રોકવા માટે, ભારત સરકારે નિર્ણય લીધો છે કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેપારીઓ / જથ્થાબંધ વેપારીઓ, રિટેલરો, બિગ ચેઇન રિટેલર્સ અને પ્રોસેસર્સે ઘઉંની તેમની સ્ટોક પોઝિશન પોર્ટલ (https://evegoils.nic.in/wheat/login.html) પર 01.07.2019થી 01-04-2024 અને તે બાદ, આગામી આદેશ સુધી દર શુક્રવારે જાહેર કરવાની રહશે. તમામ સંબંધિત કાયદાકીય સંસ્તાઓ તે સુનિશ્ચિત કરે કે પોર્ટલ પર સ્ટોકનો નિયમિતપણે અને યોગ્ય રીતે જાહેર કરવામાં આવે.

આ ઉપરાંત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તમામ કેટેગરીની સંસ્થાઓ માટે ઘઉંના સ્ટોકની લિમિટ 31.03.2024ના રોજ પૂર્ણ થઈ રહી છે. ત્યારબાદ સંસ્થાઓને પોર્ટલ પર ઘઉંના જથ્થાનો ખુલાસો કરવાનો રહેશે. તમામ કેટેગરીની સંસ્થાઓ દ્વારા ચોખાના જથ્થાની ઘોષણા પહેલાથી જ લાગુ છે. પોર્ટલ પર રજિસ્ટર્ડ ન હોય તેવી કોઈ પણ સંસ્થા પોતાની નોંધણી કરાવી શકે છે અને દર શુક્રવારે ઘઉં અને ચોખાના જથ્થાને જાહેર કરવાનું શરૂ કરી શકે છે. હવે, તમામ કાનૂની સંસ્થાઓએ તેમના ઘઉં અને ચોખાના જથ્થાને નિયમિતપણે પોર્ટલ પર જાહેર કરવા પડશે.

1679734168wheat_gujarat1.jpg (900×506)

ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ ઘઉં અને ચોખાના જથ્થાની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે, જેથી કિંમતોને અંકુશમાં રાખી શકાય અને દેશમાં સરળતાથી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp