ગુજરાતમાં ખેતીના કારણે બધા ગીધ મરી જશે તો કોરોનાથી ભયાનક વાયરલ રોગચાળો ફેલાઈ શકે

PC: discoverwildlife.com

સમગ્ર વિશ્વમાં ખતરનાક રોગચાળો (કોવિડ -19) જોવા મળ્યો છે , જોકે આને કારણે મૃત્યુઆંક ખૂબ વધારે નથી. પણ ગીધ નાશ પામવાથી મોટો વાયરસ હુમલો મણસ પર આવી શકે છે. કારણ કે ગીધ મરેલા પ્રાણીઓને ખાય જાય છે. પણ ગીધની વસતી ગુજરાતમાં સતત ઘટી રહી છે. તેનું કારણ ખેતીમાં વપરાતાં જંતુનાશકો અને પશુને અપાતી ડાયકલોફેનીક દવા છે.

વન વિભાગના અધિકારી કહે છે કે, 2007માં 1431 ગીધ હતા. 2010માં 1065, 2012માં 1043 ગીધ હતા. 2018માં 34 ટકા વસતી ગીધની ઘટી ગઈ હતી. 80ના દાયકાથી લઈને આજે ફક્ત 0.05 ટકા ગીધ બચ્યા છે. ગુજરાતમાં 2016માં માંડ 999 ગીધ હતા. 2018માં 820 હતા. આટલા ગીધ તો પહેલા એક તાલુકામાં રહેતા હતા.

પાકને જીવજંતુઓથી બચાવવા માટે ખેતરોમાં લગાવવામાં આવેલા જંતુનાશકો એક એવું જ કારણ છે, જેના કારણે રોગચાળાનો ખતરો હંમેશા રહેશે.

ખેડૂત પોતાના ખેતરમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે. ત્યારે કૃષિ પાક ગાય ખાય છે. પશુના શરીરમાં એકઠા થાય છે. પશુ મરી જશે, ગીધ તેને ખાશે. જેના કારણે તે જંતુનાશક જથ્થો ગીધના શરીરમાં પહોંચશે. તે ગીધને મારી નાખે છે અને તેના કારણે ગીધની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે.

ગીધ પૃથ્વી પરનું એકમાત્ર પ્રાણી છે જે મૃત માનવ અને પ્રાણી શબનું સડેલું માંસ ખાય છે. વ્યક્તિ અથવા પ્રાણી મૃત્યુ પામે છે, ત્યારે તેના શરીરમાંથી ઘણા ખતરનાક અને ચેપી વાયરસ બહાર આવવા માંડે છે. આ ખતરનાક વાયરસને કારણે રોગચાળો ફેલાય છે. એટલા માટે બધા ધર્મોમાં માનવ મૃત્યુના અંતિમ સંસ્કારની પરંપરા બનાવવામાં આવી છે.

એવા ક્ષેત્રમાં જ્યાં કોઈ વસ્તી નથી જો કોઈ મૃત્યુ પામે તો તેના શરીરનો અંતિમ સંસ્કાર કરવામાં આવતો નથી. આવી સ્થિતિમાં ફક્ત ગીધ છે જે તેના સડેલા માંસને ખતમ કરી શકે છે. જો પૃથ્વી પરથી બધી ગીધ મરી ગઈ તો આ પૃથ્વી પર એક પણ વ્યક્તિ બચી નહીં શકે. ફક્ત વાયરસ જ વાયરસ રહેશે.

જુનાગઢવા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ગીધ બચાવવા માટે 10 વર્ષથી બ્રિડીંગ સેન્ટર શરૂ કરાયા પછી ત્યાં  60 ગીરનારી ગીધ થયા છે. કચ્છમાં સારા ગીધ છે. ભાવનગરના રાજુલામાં 45 ગીધ છે. 

 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp