26th January selfie contest

પહેલીવાર બાજરીમાં સાવ નવા જ પ્રકારના રોગના બેક્ટેરીયા દેખાતા ખેડૂતોમાં ચિંતા

PC: khabarchhe.com

કૃષિ વિજ્ઞાનીઓએ બાજરીના પાકનો નવો રોગ શોધી કાઢ્યો છે. જે બાજરીને મોટું નુકસાન કરી રહ્યો છે. રોગ ફાટી નીકળ્યા પછી પાંદડાઓમાં લાંબા પટ્ટાઓ રચાય છે. ધીમે ધીમે આખા છોડમાં દેખાય છે. રોગના કારણે છોડ સહેજ પવનને કારણે પડી જાય છે. 

ગુજરાતમાં 2021-22માં બાજરાનું વાવેતર 1.68 લાખ હેક્ટરમાં થયું હતું. જેમાં 2.65 લાખ ટન બાજરી પાકવાની ધારણા છે. ઉનાળામાં 2020માં 2.75 લાખ હેક્ટરમાં વાવેતર થયા હતા. 2021માં 2.71 લાખ હેક્ટરમાં ગુજરાતમાં વાવેતર થયા હતા. આ રોગના કારણે મોટું નુકસાન થઈ રહ્યું છે.

આ રોગ ગુજરાત, ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત નોંધાયો છે. ચૌધરી ચરણ સિંહ હરિયાણા કૃષિ યુનિવર્સિટી, હિસાર, હરિયાણાએ આ રોગની જાણ કરી છે. યુનિવર્સિટીના પ્લાન્ટ પેથોલોજી વિભાગના વિજ્ઞાની ડો.વિનોદ મલિકે શોધ્યું છે.

2019થી આ રોગ ઘણાં ખેતરોમાં હતો. પછી ખબર પડી કે આ એક નવો પ્રકારનો રોગ છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા ભારતના રાજ્યો દેશમાં કુલ બાજરીના ઉત્પાદનમાં 90% હિસ્સો ધરાવે છે.

Klebsiella aerogenes નામના બેક્ટેરિયાને કારણે રોગ ફેલાય છે. આ બેક્ટેરિયા માનવ આંતરડામાં જોવા મળે છે. આ રોગને સ્ટેમ રોટ નામ આપ્યું છે. પાંદડાઓમાં લાંબી છટાઓ બને છે અને ધીમે ધીમે આખા છોડમાં દેખાય છે. દાંડી પર પાણી ભરાયેલા ફોલ્લીઓ દેખાય છે.  દાંડી પહેલા ભૂરા અને પછી કાળી થાય છે. પછી છોડ પડી જાય છે.

તેનો અહેવાલ નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશન (NCBI)ને મોકલ્યો છે.અમેરિકન ફાયટોપેથોલોજિકલ સોસાયટી (એપીએસ) ને પણ મોકલ્યો હતો.  જ્યાંથી સમગ્ર વિશ્વમાં થતા રોગોની ઓળખ થશે. જ્યાં જાહેર થયું કે આવો રોગ પહેલી વખત જોવા મળ્યો છે.

અહેવાલ APS પબ્લિકેશનમાં પ્રકાશિત થયો છે. હવે વિજ્ઞાનીઓએ રોગની સારવાર પણ શોધવી પડશે. દેશમાં 90 લાખ હેકટર વિસ્તારમાં બાજરીનું વાવેતર થાય છે. ગુજરાત રાજય બાજરીના વાવેતરની દ્રષ્ટિએ ભારતનું ત્રીજા નંબરનું રાજય છે. ચોમાસુ, ઉનાળુ અને શિયાળુ બારીનું ગુજરાતમાં 8.50 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થાય છે. સરેરાશ 1440 કિલો હેક્ટરે બાજરી પાકે છે. ગુજરાતમાં ઉનાળુ બાજરી સારી થાય છે.

5 વર્ષથી ચોમાસું બાજરી હેઠળનો વિસ્તાર ઘટી રહ્યો છે.  ઉનાળુ બાજરી હેઠળનો વિસ્તાર વધી રહ્યો છે. ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, પાટણ અને કચ્છ જીલ્લાઓમાં બાજરી વધુ પાકે છે. ખેડા અને આણંદ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારના જૂનાગઢ, પોરબંદર અને અમરેલી જીલ્લાઓમાં ઉનાળુ તથા પૂર્વ શિયાળુ ઋતુમાં પણ બાજરીનું વાવેતર થાય છે. ઉનાળામાં બમણું ઉત્પાદન મળે છે.  

વિશ્વમાં 2.60 લાખ ચોરસ કિલો મિટર ખેતરોમાં બાજરો પાકે છે. પણ અમરેલીના બાબરકોટના જેવો ક્યાંય પાકતો નથી. આફ્રિકાના સાહેલ વિસ્તારમાં સારી બાજરી પાકે છે. અમેરિકા, બ્રાઝિલમાં પણ બાજરી પાકે છે.

ગુજરાતમાં 3.91 લાખ હેક્ટરમાં 9 લાખ ટન ઉત્પાદન સાથે હેક્ટરે 2279 કિલો બાજરી પાકે છે. ઉનાળામાં હેક્ટરે 3000 કિલો પેદા થાય છે.  ત્રણેય ઋતુ થઈને બાજરી વાવવામાં આવી હતી. ઉનાળામાં સૌથી વધુ બાજરી થાય છે.
જોકે ગુજરાતના કુલ બાજરા ઉત્પાદનમાં 50 ટકા હિસ્સો બનાસકાંઠાનો સૌથી વધું છે. ત્યારબાદ આણંદ બીજા નંબર પર આવે છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp