સ્કાયમેટની આગાહી, જાણો, આ વખતે ચોમાસું કેવું રહેશે?

ગુજરાતના ખેડુતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. જગતનો તાત ચાતક પક્ષીની જેમ વરસાદની રાહ જોઇને બેસતો હોય છે, તો આ વખતે ચોમાસામાં સારો વરસાદ પડવાની આગાહી છે.

હવામાનની આગાહી કરતી સ્કાયમેટ એજન્સીએ આ વખતે ચોમાસાની આગાહી કરી છે. આ વખતે ચોમાસાની સિઝનમાં 102 ટકા જેટલો વરસાદ રહેશે. દેશના દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં વરસાદ સારો રહેશે. પશ્ચિમ તટે આવેલા ગુજરાતામાં પણ આ વખતનું ચોમાસું ઘણું સારું રહેવાની સંભાવના છે.

સ્કાયમેટનું કહેવું છે કે જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીના 4 મહિનામાં લગભગ 868. 6 મિલીમીટર વરસાદ પડી શકે છે. શરૂઆતમાં એલ નીનો અસર જોવા મળી શકે, પરંતુ સેકન્ડ હાફમાં તેની ભરપાઇ થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp