રામ નામ જપી રહ્યા છે 81 વર્ષના 'રાવણ', મકાનની બહાર ચીતરાવ્યું છે રામ

PC: patrika.com

ભારતમાં દૂરદર્શને દર્શકોને જકડી રાખવા માટે રામાયણ સિરીયલ ફરીથી શરૂ કરી છે ત્યારે મૂળ ગુજરાતના ફિલ્મ કલાકાર અરવિંદ ત્રિવેદી શું કરી રહ્યાં છે તે જાણવાની લોકોને ઉત્તેજના હોય છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર ઉપેન્દ્ર ત્રિવેદીના ભાઇ અરવિંદ ત્રિવેદી આજે હકીકતમાં રામનું નામ લઇને જીવન વિતાવી રહ્યાં છે. તેમની ઉંમર 81 વર્ષની થઇ છે.

ગુજરાતી ફિલ્મોમાં ખલનાયકનું પાત્ર ભજવીને મશહૂર બનેલા અરવિંદ ત્રિવેદીને રામાનંદ સાગરે તેમની સુપરહીટ ટીવી સિરિયલ રામાયણમાં રાવણનું પાત્ર આપ્યું હતું. એક સમય એવો હતો કે રામ બનેલા અરૂણ ગોવિલ અને સીતા બનેલી દિપીકા ચિખલિયાને લોકો રિયલમાં ભગવાન માનતા હતા. જાહેરમાં નિકળે એટલે લોકો તેમને પગે લાગતા હતા. દૂરદર્શન પર જ્યારે રામાયણ શરૂ થતી હતી ત્યારે બજારમાં કરફ્યુ જેવું વાતાવરણ થતું હતું. આ સિરિયલ સુપરહીટ સાબિત થઇ હતી.

મૂળ મધ્યપ્રદેશના વતની એવા અરવિંદ ત્રિવેદીએ તેમની કારકિર્દીની શરૂઆત ફિલ્મ પરાયા ધન થી કરી હતી. તેમણે અત્યાર સુધીમાં 300 ફિલ્મોમાં કામ કર્યું છે. પોતાના ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મોમાં તેઓ વિલનનું પાત્ર ભજવી ચૂક્યાં છે. આજે પણ તેમને લોકો રાવણના નામથી ઓળખે છે. આ અરવિંદ ત્રિવેદીનું મકાન સાબરકાંઠામાં આવેલું છે. આ મકાનની બહાર તેમણે રામ નું બોર્ડ કોતરાવ્યું છે. રામાનંદ સાગરે જ્યારે તેમને ઓફર કરી કે તેમને સિરિયલમાં રાવણ બનવાનું છે ત્યારે તેમણે ઇન્કાર કરી દીધો હતો. તેમણે કેવટનું પાત્ર માગ્યું હતું. પરંતુ સ્ક્રીપ્ટ વાંચીને તેઓ રાવણનો રોલ કરવા તૈયાર થયા હતા.

સિરિયલમાં રાવણ એટલે કે લંકેશનું પાત્ર ભજવનારા અરવિંદ ત્રિવેદી હકીકતમાં રામભક્ત છે. 1991માં અરવિંદ ત્રિવેદી ગુજરાતની સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને લોકસભામાં પહોંચ્યા હતા. રામાયણની સીતાએ પણ વડોદરા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. આજે અરવિંદ ત્રિવેદી ચાલવા માટે સક્ષમ નથી. પથારીમાં તેઓ રામ-નામના જપ કરી રહ્યાં છે. જો કે આ બન્ને પાત્રોને ભાજપને ફરીથી ટિકીટ આપી ન હતી.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp