Rcomના ડિરેક્ટર પદેથી અનિલ અંબાણીનું રાજીનામું

PC: etb2bimg.com

દેવાના બોજા તળે ફંસાયેલા રિલાયન્સ ગૃપના ચેરમેન અનિલ અંબાણીએ રિલાયન્સ કમ્યુનિકેશન્સ(Rcom) ના ડિરેક્ટર પદેથી રાજીનામુ આપી દીધું છે. તેમના સિવાય Rcomના અન્ય 4 અધિકારીઓએ પણ રાજીનામુ આપી દીધું છે.

30,142 કરોડ રૂપિયાની ખોટઃ

જુલાઈ સપ્ટેમ્બરમાં કંપનીને 30,142 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. ગયા વર્ષે કંપનીએ 1141 કરોડ રૂપિયાનો નફો થયો હતો. હાલમાં જ સુપ્રીમ કોર્ટ તરફથી ટેલીકોમ કંપનીઓ પર ઉછીના એજીઆર(AGR)ની ચૂકવણીના નિર્ણય પછી Rcomની ઉપર ખોટનો બોજો વધી ગયો હતો. Rcomને એજીઆર (AGR)ના રૂપમાં 28,314 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની છે. Rcomએ 23,327 કરોડ રૂપિયાની લાયસન્સ ફી અને 4,987 કરોડ સ્પેક્ટ્રમના રૂપમાં ચૂકવણી કરવાની છે.

અનિલ અંબાણીની સાથે છાયા વિરાણી, રાયના કિરાની, મંજરી કૈકર, સુરેશ રંગાચારે આમ આ 4 અધિકારીઓએ પણ પોતાના પદો પરથી રાજીનામુ આપી દીધું છે. આ દરેકના રાજીનામા અંગે વિચાર કરવા માટે કંપનીની કમિટી ઓફ ક્રેડિટ્રર્સની પાસે મોકલવામાં આવી છે. Rcom હાલમાં નાદારી પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે.

હાલમાં જ Rcomના માલિક અનિલ અંબાણી પર ચીનની 3 મોટી બેંકોએ લંડન કોર્ટમાં 680 મિલિયન ડૉલર એટલે કે લગભગ 47,600 કરોડ રૂપિયા નહિ ચૂકવવા મામલે કેસ દાખલ કર્યો છે. બેંકોનો દાવો છે કે, અનિલ અંબાણીની ખાનગી ગેરેન્ટીની શરતે Rcomને 2012માં 92.52 કરોડ ડૉલર એટલે કે લગભગ 65 હજાર કરોડ રૂપિયાની લોન આપી હતી. ત્યારે અનિલ અંબાણીએ આ લોન પર પર્સનલ ગેરેન્ટી લેવાની વાત કરી હતી પણ ફેબ્રુઆરી 2017 પછી કંપની લોન ચૂકવવા બાબતે ડિફોલ્ટ થઈ ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp