26th January selfie contest

પોતાને રીબ્રાન્ડ કરવાની તૈયારીમાં ફેસબૂક, કંપનીને મળી શકે છે નવું નામ

PC: aljazeera.com

આવનારા દિવસોમાં ફેસબૂક પોતાનું નામ બદલી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફેસબૂક મેટાવર્સ બનવા પર ફોકસ કરી રહ્યું છે. તેને પગલે કંપની પોતાના નવા નામની જાહેરાત કરી શકે છે. જોકે, કંપનીએ હજુ આ અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીના CEO માર્ક ઝુકરબર્ગ કંપનીની એન્યુઅલ કનેક્ટ કોન્ફ્રન્સમાં નવા નામની જાહેરાત કરી શકે છે. કંપની આવુ એટલા માટે કરવા માગે છે, કારણ કે ફેસબૂકના CEO ઈચ્છે છે કે, કંપનીને આવનારા થોડાં વર્ષોમાં લોકો મેટાવર્સ કંપની તરીકે ઓળખે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બદલાવ દ્વારા કંપની પોતાની તમામ એપ્સ જેવી કે ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ઓકુલસને એક જગ્યાએ લાવવાનું પ્લાનિંગ કરી રહી છે. માર્ક ઝુકરબર્ગે હાલમાં જાહેરાત કરી હતી કે, એક સોશિયલ મીડિયા કંપનીથી આગળ વધીને મેટાવર્સ કંપની બનીશું અને એમ્બોઈડેડ ઈન્ટરનેટ પર કામ કરીશું. જેમા રિયાલિટી અને વર્ચ્યુઅલ વર્લ્ડનો મેળ પહેલા કરતા વધુ હશે, તેમા મીટિંગ, હરવુ-ફરવુ, ગેમિંગ જેવા ઘણા કામ કરી શકાશે.

પોતાના નામ બદલવા અને રીબ્રાન્ડ કરનારી ફેસબૂક પહેલી કંપની નથી. ગૂગલે 2015માં આલ્ફાબેટ ઈંકને એક હોલ્ડિંગ કંપની તરીકે સ્થાપિત કરી હતી. તેનો ઉદ્દેશ્ય સર્ચ અને એડવર્ટાઈઝિંગ બિઝનેસ ઉપરાંત અન્ય એરિયામાં પોતાને વધારવાનો હતો. આ ઉપરાંત, 2016માં સ્નેપઈંકનું નામ બદલીને સ્નેપચેટ કરવામાં આવ્યું હતું.

કંપનીએ પોતાના મેટાવર્સ ડેવલપમેન્ટ માટે યૂરોપિય યૂનિયન (UN)ના 10 હજાર લોકોને નોકરી આપવાની જાહેરાત કરી છે. માર્ક ઝુકરબર્ગે જણાવ્યું કે, તે વર્ચ્યુઅલ રિયાલિટી વર્લ્ડના એક્સપીરિયન્સ ડેવલપમેન્ટ માટે પાંચ વર્ષમાં મોટા પાયા પર ભરતી કરશે. આ નોકરીઓ ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ, ઈટલી, નેધરલેન્ડ, પોલેન્ડ અને સ્પેન સહિત અન્ય દેશો માટે હશે.

માર્ક ઝુકરબર્ગે ગત મહિને જણાવ્યું હતું કે, તેમની કંપની સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી આગળ વધીને મેટાવર્સ કંપની બનશે. ફેસબૂક એક એવી ઓનલાઈન દુનિયા તૈયાર કરી રહી છે, જ્યાં લોકો VR (વર્ચ્યુઅલ રિયાલિટી) હેડસેટનો ઉપયોગ કરીને વર્ચ્યુઅલ એન્વાયર્મેન્ટમાં ગેમ, વર્ક અને કમ્યુનિકેશન કરી શકશે.

મેટાવર્સ શું છે?

તેને વર્ચ્યુઅલ રિયાલિટીનું નેક્સ્ટ લેવલ કહી શકાય છે. જેમ હાલ લોકોએ ઓડિયો સ્પીકર, ટેલિવિઝન, વિડીયો ગેમ માટે વર્ચ્યુઅલ રિયાલિટી ટેક્નોલોજીને ડેવલપ કરી લીધી છે. એટલે કે તમે એવી વસ્તુઓ જોઈ શકશો જે તમારી સામે છે જ નહીં, ફ્યૂચરમાં આ ટેક્નોલોજીના એડવાન્સ વર્ઝનથી વસ્તુઓને સ્પર્શ અને સ્મેલ કરવાનો પણ અહેસાસ કરી શકાશે. તેને મેટાવર્સ કહેવામાં આવે છે. મેટાવર્સ શબ્દનો સૌથી પહેલો ઉપયોગ સાયન્સ ફિક્શન લેખલ નીલ સ્ટીફેન્સને 1992માં પોતાની નોવેલ સ્નો ક્રેશમાં કર્યો હતો.

ફેસબૂકના કોર્ક આયર્લેન્ડમાં એક રિયાલિટી લેબ છે. તેણે ફ્રાન્સમાં એક AI (ઓગ્મેન્ટેડ રિયાલિટી) રિસર્ચ લેબ ખોલી છે. 2019માં ફેસબૂકે AI એથિકલ રિસર્ચ સેન્ટર બનાવવા માટે મ્યૂનિખની ટેક્નોલોજી યુનિવર્સિટીની સાથે ભાગીદારી કરી છે. કંપની આવનારા 5 વર્ષમાં જે લોકોને નોકરી આપશે તેમા હાઈલી સ્પેશ્યલાઈઝ્ડ એન્જિનિયર્સ સામેલ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp