શેરબજારમાં LICએ 3 મહિનામાં ગુમાવ્યા 57 હજાર કરોડ

PC: etimg.com

દેશની સૌથી મોટી વીમા કંપની બીજા ક્વાર્ટરમાં 57 હજાર કરોડ રૂપિયા ગુમાવી બેઠી છે. LICએ જે કંપનીઓના શેરમાં રોકાણ કરેલું, તેમાંથી 81 ટકા કંપનીઓનો બજાર ભાવ તૂટી ગયો છે. LIC તેના મોટા રોકાણો અને કંપનીઓમાં શેરહોલ્ડર તરીકે પણ જાણીતી છે.

LICનું સૌથી વધારે રોકાણ ITCમાં છે. ત્યારપછી SBI, ONGC, L&T, COAL India, NTPC, ઈન્ડિયન ઓઈલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં રોકાણ છે.

જુલાઈ-સપ્ટેમ્બરની વચ્ચે નુકસાનઃ

બિઝનેસ સ્ટાન્ડર્ડ અનુસાર, પહેલા ક્વાર્ટરના અંતમાં શેર બજારની લિસ્ટેડ કંપનીઓમાં LICનું રોકાણ 5.43 લાખ કરોડ રૂપિયા હતું, જે ઘટીને 4.86 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આમ, LICને 57 હજાર કરોડનું નુક્સાન થયું છે.

RBI અનુસાર, પાછલા 10 વર્ષોમાં LICએ સરકારી કંપનીઓમાં તેનું રોકાણ મોટા પાયે વધાર્યું છે. RBIના આંકડા અનુસાર, માર્ચ 2019 સુધી LICએ 26.6 લાખ કરોડનું રોકાણ કરેલું. જેમાં સરકારી કંપનીઓમાં LICએ 22.6 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તો પ્રાઈવેટ સેક્ટરમાં 4 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરેલું.

આજથી 10 વર્ષ પહેલા સરકારી કંપનીઓમાં LICનું રોકાણ 75 ટકા હતું, હવે LIC તેના કુલ રોકાણનું 85 ટકા રોકાણ સરકારી કંપનીઓમાં કરે છે.

શું સરકાર તેનો એજન્ડો પૂરો કરી રહી છે?

LIC એક એવી કંપની છે જેની પાસે દેશના લોકોના લાખો કરોડો રૂપિયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, કેન્દ્ર સરકાર LICના માધ્યમથી પોતાના વિનિવેશીકરણનો એજન્ડો પૂરો કરી રહી છે. એક રીતે LICનો ઉપયોગ સરકારી કંપનીઓના મુક્તિદાતા તરીકે કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp