સ્વિગીનો IPO આવશે! શેરધારકો પાસેથી મંજૂરી મળી, કંપની 1.2 બિલિયન ડૉલર એકત્ર કરશે

PC: jagran.com

ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ તેની અસાધારણ સામાન્ય સભામાં IPO અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું કે, તેના IPOને શેરધારકો પાસેથી મંજૂરી મળી ગઈ છે. કંપની IPO દ્વારા 1.2 બિલિયન ડૉલર એકત્ર કરવાની યોજના ધરાવે છે. પ્રથમ સમાચાર માર્ચ 2022માં આવ્યા હતા કે સ્વિગી IPO લાવવાની તૈયારી કરી રહી છે.

રજિસ્ટ્રાર ઑફ કંપનીઝને સુપરત કરાયેલ રેગ્યુલેટરી ફાઇલિંગ મુજબ, સ્વિગી IPOમાં નવા શેર બહાર પાડીને રૂ. 3,750 કરોડ (આશરે 45 કરોડ ડૉલર) અને ઓફર-ફોર-સેલ દ્વારા રૂ. 6,664 કરોડ (લગભગ 80 કરોડ ડૉલર) સુધી એકત્ર કરવાનું આયોજન કર્યું છે.

સ્વિગીએ હજુ સુધી દેશના બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે સેબી (SEBI) પાસે તેના IPO દસ્તાવેજો સબમિટ કર્યા નથી. કંપની IPO પહેલાના રાઉન્ડમાં એન્કર રોકાણકારો પાસેથી લગભગ રૂ. 750 કરોડ એકત્ર કરવા માંગે છે.

તે જ EGMમાં, સ્વિગીએ શ્રીહર્ષ મેજેટી અને નંદન રેડ્ડીને કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા. મજેટીને મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રૂપ CEO તરીકે નામ આપવામાં આવ્યું હતું, જ્યારે રેડ્ડીને સંપૂર્ણ સમયના ડિરેક્ટર અને ઈનોવેશનના વડા તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા.

એપ્રિલ-ડિસેમ્બર 2023 દરમિયાન સ્વિગીએ 207 મિલિયન ડૉલરની ખોટ નોંધાવી હતી. આ સમયગાળા દરમિયાન કંપનીની આવક 1.02 બિલિયન ડૉલર હતી. નાણાકીય વર્ષ 2022-23માં સ્વિગીની આવક 1.05 બિલિયન ડૉલર રહી હતી.

સ્વિગીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, તે સ્વિગી મોલને તેના ઝડપી કોમર્સ બિઝનેસ ઇન્સ્ટામાર્ટ સાથે જોડશે. આ પહેલ ગ્રાહકોને કરિયાણા સિવાયની વસ્તુઓની વ્યાપક પસંદગી પૂરી પાડવા માટે કરવામાં આવી છે. સ્વિગી મોલ હાલમાં બેંગલુરુના કેટલાક ભાગોમાં કાર્યરત છે. સ્વિગીએ જણાવ્યું હતું કે, સ્વિગી ઇન્સ્ટામાર્ટ 25થી વધુ શહેરોમાં પહેલેથી જ હાજર છે, વધુમાં ઉમેર્યું હતું કે સ્વિગી મોલ આગામી મહિનાઓમાં વિસ્તરણ કરશે. તેની શરૂઆત બેંગલુરુથી થશે.

ગયા મહિને, US સ્થિત બેરોન કેપિટલે સ્વિગી IPOનું મૂલ્યાંકન વધારીને 12.16 બિલિયન ડૉલર કર્યું હતું, જે 10.7 બિલિયન ડૉલરના પોસ્ટ-મની વેલ્યુએશન કરતાં વધુ હતું કે જેના પર કંપનીએ 2022ની શરૂઆતમાં ભંડોળ એકત્ર કર્યું હતું.

આ વર્ષની શરૂઆતમાં, US સ્થિત ઇન્વેસ્ટમેન્ટ કંપની ઇન્વેસ્કોએ સ્વિગીનું મૂલ્ય વધારીને લગભગ 8.3 બિલિયન ડૉલર કર્યું હતું. ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મની ચોખ્ખી ખોટ 31 માર્ચ, 2023ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં 4,179 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp