મોદી અને ટ્રમ્પના કાર્યક્રમના પ્રવેશ દ્વાર પાસે ઝૂંપડામાં લાગી આગ

PC: divyabhaskar.co.in

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને જવા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે જે પ્રવેશ ગેટ તૈયાર કરવામાં આવ્યો હતો, ત્યાં નજીકમાં આવેલા એક ઝૂંપડામાં આગ લાગી હતી. આ આગની ઘટનાને પગલે બે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આ બનાવ મુખ્ય સ્ટેડિયમથી 400 મીટર દૂરનો છે.

મોટેરા ખાતે આવેલા વણઝારાના ઝપરામાં આવેલા એક ઝૂંપડામાં આગ લાગી હતી. આગ લાગવા પાછળનું કોઈ સચોટ કારણ જાણવા મળ્યું નથી. આ ઉપરાંત આ ઘટનામાં કોઈ જાનહાનિ પણ થઈ નથી. આટલા મોટા કાર્યક્રમમાં અનેક જનમેદની ઉમટી હતી. જેમના પ્રવેશ અને નિકાસ અંગે ખાસ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ખાસ કરીને કોઈ વ્યક્તિને અગવડ ન પડે એ માટે પણ વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રમ્પ આવવાના હતા એના 24 કલાક પહેલા આ જગ્યાનો ઝીણવટભર્યો સર્વે પણ કરાયો હતો. જોકે, આગ લાગી હોવાની ઘટના સામે ત્યાં એક ફાયરની ટીમ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી હતી. જેથી આ પ્રકારની કોઈ મોટી ઘટનાને ટૂંક જ સમયમાં પહોંચી શકાય. સદનસીબે આ ઘટનામાં કોઈ વ્યક્તિને કોઈ જ પ્રકારનું નુકસાન થયું નથી. આ આગ ક્યા કારણોસર લાગી હતી એના પણ કોઈ રિપોર્ટ મળ્યા નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp