CM કેજરીવાલે કહ્યું- હું ગુજરાત આવ્યો હતો ત્યારે એક છોકરો મને મળવા આવેલો તેણે...

PC: Khabarchhe.com

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ગઇ વખતે જ્યારે હું ગુજરાત આવ્યો હતો ત્યારે એક છોકરો મને મળવા આવ્યો. તેણે કહ્યું કે હું મારા વિસ્તારના નેતાને મળવા ગયો હતો કે મારી પાસે નોકરી નથી, મને નોકરી આપો, તો તેમણે મને એવો જવાબ આપ્યો હતો કે તું કોઈ કામનો નથી, તને કોઈ કામ આવડતું નથી એટલા માટે તારી પાસે નોકરી નથી. આ લોકોને 27 વર્ષથી એટલો અહંકાર આવી ગયો છે કે તેઓ આપણા બાળકોને ગાળો આપે છે. દિલ્હીમાં મેં 5 વર્ષમાં 12,00,000 બાળકો માટે નોકરીઓ ઊભી કરી. પંજાબમાં ભગવંત માન સાહેબે છેલ્લા 6 મહિનામાં 17,000 બાળકોને સરકારી નોકરી આપી છે. અમારી નિયત પણ છે અમને કામ કરતા પણ આવડે છે. અમે વચન આપ્યું છે કે જ્યારે ગુજરાતમાં અમારી સરકાર બનશે ત્યારે અમે દરેક બાળક માટે રોજગારની વ્યવસ્થા કરીશું અને જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી અમે ₹3000નું બેરોજગારી ભથ્થું આપીશું અને 10,00,000 સરકારી નોકરીઓની વ્યવસ્થા કરીશું.

જો તમે તમારા બાળકોને બેરોજગાર રાખવા માંગતા હોવ, ગાળો સાંભળવા માગતા હોવ તો તમે તેમને વોટ આપજો, 27 વર્ષથી આવું જ ચાલી રહ્યું છે અને જો તમારા બાળકો માટે રોજગાર જોઈતો હોય તો આમ આદમી પાર્ટીને વોટ આપજો, ઝાડુનું બટન દબાવજો. જે પેપર ફૂટે છે તે થોડી એમ જ ફૂટે છે, ચોક્કસ કોઈ મોટા નેતા તેમાં સામેલ છે. 2015 પછી અત્યાર સુધી જે પણ પેપરો ફોડવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવશે અને આમાં સામેલ તમામ મોટા નેતાઓને જેલમાં મોકલવામાં આવશે. 2 વર્ષ પહેલા 25,00,000 લોકોએ તલાટીની પરીક્ષા માટે અરજી કરી હતી પરંતુ તેમણે તે પરીક્ષા રદ કરી હતી. ડિસેમ્બરમાં અમારી સરકાર બનશે અને અમે ફેબ્રુઆરીમાં તલાટીના પેપર કરાવીશું.

કેજરીવાલે કહ્યું કે, વ્યાપાર જગતમાંથી ડર નો માહોલ સંપૂર્ણ રીતે ખતમ કરી દઈશું, નીડરતા અને શાંતિ સાથે વ્યાપાર કરવાનું વાતાવરણ બનાવશું. દરેક વ્યાપારી ને તે ઈજજત આપશું જેના એ હકદાર છે. ભ્રષ્ટાચાર થી મુક્તિ આપીશું, જે ફક્ત આખા દેશ માં કટ્ટર ઈમાનદાર આમ આદમી પાર્ટી જ આપી શકે છે. VET ના અને બીજા જેટલા પણ રિફંડ પેન્ડિંગ પડ્યા છે, તે બધા 6 મહિના માં ચુકતા કરી દઈશું અને GST ને સરળ બનાવશું. એક એવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે, જેમાં વ્યાપારીઓને પાર્ટનરશીપ આપવામાં આવશે, દરેક સેક્ટર થી એક પ્રતિનિધિ ઉભો કરવામાં આવશે જે વ્યાપારીઓની દરેક સમસ્યા અને સુજાવ સરકાર સામે રજૂ કરશે અને સરકાર તરફથી તે પ્રમાણે વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.

CMએ કહ્યુ કે, તમારી સારવાર માટે શાનદાર હોસ્પિટલ બનાવીશું. દિલ્હીમાં પણ અમે ઘણી સારી હોસ્પિટલો બનાવી, મોહલ્લા ક્લિનિક બનાવ્યા અને તમામ લોકો માટે તમામ સારવાર મફત કરી ગરીબ અને અમીર સૌની સારવાર મફત કરી દીધી.. ભગવાન ના કરે તમારા ઘરમાં કોઈ બીમાર પડે, પણ કોઈ બીમાર પડે તો તમારો ભાઈ તમારો દીકરો છે, હું બધો ખર્ચ ઉઠાવીશ. ગુજરાતમાં પણ દિલ્લીની જેમ શાનદાર મોહલ્લા ક્લિનિક બનાવીશ. જો ₹ 5 ની દવા હશે તે પણ મફત અને ₹ 10,00,000 નું ઓપરેશન હશે તો પણ મફત. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp