બાપુનગરમાં પતંગની દોરીથી મૃત્યુ પામેલા પક્ષીઓની સ્મશાન યાત્રામાં અનેક લોકો સામેલ

PC: dainikbhaskar.com

ઉત્તરાયણ પર દર વર્ષે હજારો પક્ષીઓ ઘાયલ થાય છે અને હજારો પક્ષીઓ મોતને ભેટતા હોય છે. આ વર્ષે પણ એકલા અમદાવાદમાં બુધવારે સાંજ સુધીમાં 709 પક્ષીઓ પતંગના દોરાને કારણે ઘાયલ અવસ્થામાં મળી આવ્યા હતા. તેમાંથી 649 પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા. જ્યારે 60 પક્ષીઓના મોત થયા હતા. આ પક્ષીઓની ગુરુવારે જીવન વાડીથી લીલા નગર સુધી સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ઘણા પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા. આ યાત્રા પારેવડા ગ્રુપ દ્વાર કાઢવામાં આવી હતી.

છેલ્લાં 5 દિવસોમાં 2659 પક્ષીઓ ઘાયલ થયા. જેમાં કબૂતર, ચામાચિડીયા, ઘુવડ, મોર વગેરે સામેલ છે. ઘાયલ પક્ષીઓને બોડકદેવ સ્થિત વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર અને શહેરના અન્ય 9 સેન્ટરોમાં લઈ જવામાં આવ્યા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. વન વિભાગના CFO ચિરાગ આજરાએ જણાવ્યું હતું કે, પક્ષીઓના ઈજાગ્રસ્ત થવાની ઘટનામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઘટાડો નોંધાયો છે.

શહેર તથા રાજ્યના કરૂણા અભિયાન 2020 અંતર્ગત વન વિભાગ, પશુપાલન વિભાગ, NGO દ્વારા પક્ષીઓને બચાવવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું. ઉત્તરાયણના 5 દિવસ પહેલાથી અત્યારસુધીમાં કુલ 1283 પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા, જેમાંથી 1181 પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા. જ્યારે 102 પક્ષીઓના મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp