દિલ્હીના મહોલ્લા ક્લિનિકમાં કુતરા ફરે છે, ગુજરાતમાં તેની જરૂર નથીઃ સી.આર.પાટીલ

PC: khabarchhe.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે તેવામાં ભાજપ-કોંગ્રેસ અને આપ દ્વારા એક બીજા પર વાંક પ્રહાર ચાલુ છે, તેવામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે એક નિવેદન કરી અને આપના સંસ્થાપક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ પર શાબ્દિક પ્રહાર કરી અને કટાક્ષ કર્યા હતા અને મોહલ્લા ક્લિનિક અને ફ્રી અંગેના આપના પ્રચાર કેમ્પેઇનને લઈને પ્રહારો કર્યા હતા.

સીઆર પાટીલે કહ્યું હતું કે મહોલ્લા ક્લિનિકની ગુજરાતમાં જરૂર નથી અને મહોલ્લા ક્લિનિકમાં કુતરાઓ ફરે છે તો મફતનું લેવા ગયા એટલે ભૂખમરો આવ્યો છે તેવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે.

સીઆર પાટીલ અરવિંદ કેજરીવાલને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, એટલે કેટલાક લોકો ગુજરાતની સમૃદ્ધિ ગ્રહણ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો તેમને રોકવા જોઈએ કેટલાક લોકો મફતની વાત કરીને આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરવામાં આવી રહી છે, પરંતુ ગુજરાતમાં સારી વ્યવસ્થા છે અને ભાજપની સરકાર વ્યવસ્થિત ચાવી રહી છે.

મોહલ્લા ક્લિનિકની વાત કરે છે તો ગુજરાતમાં મોહલ્લા ક્લિનિકના જરૂરી જ નથી અહીં તમામ યોગ્ય વ્યવસ્થા છે અને મહોલ્લા ક્લિનિકમાં કેટલીક જગ્યાઓ પર કુતરા ફરતા હોય છે જેથી તે જરૂરી નથી તેમજ મફતની વાત કરતા હોય એટલે જ ભૂખ મરો આવ્યો છે. સીઆર પાટીલે પ્રહારો કરતા સમગ્ર માહોલ ગરમાયો હતો અને આપના નેતાઓમાં ખળભળાટ મચી હતી તેવામાં પાટીલના નિવેદન પર આપ દ્વારા પણ પ્રતિઉત્તર અપાઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp