જ્યોતિષીઓના ચક્કર 32 લાખ ગુમાવી વડોદરાના પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો

PC: khabarchhe.com

વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સ્વાતી સોસાયટીમાં રહેતા એક સોની પરિવારે બુધવારે ઠંડાપીણામાં ઝેરી દવા ભેળવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. સોની પરિવારના સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની જાણ થતા આસપાસના સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. તેથી પોલીસે ત્રણ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને મૃત્યુ પામેલા ત્રણ લોકોના મૃતદેહને પોસ્ટમોરમ અર્થે ખસેડ્યા હતા. ત્યારે હવે આ સામૂહિક આપઘાત મામલે જ્યોતિષીઓ જવાબદાર હોવાનું સામે આવ્યું હતું. સારવાર લઇ રહેલા પરિવારના સભ્યના કહેવા અનુસાર એક જ્યોતિષીના ચક્કરમાં આવીને તેમને 32 લાખ રૂપિયા ગુમાવ્યા હતા.

રિપોર્ટ અનુસાર સ્વાતી સોસાયટીમાં 60 વર્ષના નરેન્દ્ર સોની પત્ની, દીકરા, પુત્રવધૂ અને બે પૌત્ર અને દીકરીની સાથે રહેતા હતા. નરેન્દ્ર સોની પ્લાસ્ટિની દુકાન ચલાવતા હતા અને દિકરો ભાવિન એન્જિનીયર હતો. કોઈ કારણોસર નરેન્દ્ર સોનીની પ્લાસ્ટિકની દુકાનનો ધંધો ઠપ થઇ ગયો. તેથી તેમણે 2019 તેમના મકાનનો સંજય મિસ્ત્રી સાથે સોદો કર્યો. ત્યાબાદ બાનાખત કરીને 7 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ 11 મહિનાના સમયમાં સંજયે નરેન્દ્ર સોનીને 18 લાખ રૂપિયાની ચૂકવણી કરી હતી.

પછી નરેન્દ્ર સોનીએ બે ફાઈનાન્સ કંપનીમાંથી મકાન તારણમાં મૂકીને 7 લાખ અને 13.50 લાખ રૂપિયા લીધા હતા. બાનાખત કર્યું હોવા છતાં પણ મકાન તારણમાં મુકતા મુકેશ મિસ્ત્રીએ પોલીસ સ્ટેશનમાં 2020માં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા પછી બાકીના 5 લાખ રૂપિયા આપીને સંજય મિસ્ત્રીએ પોતાના મકાનનો કબજો મેળવી લીધો હતો પરંતુ નરેન્દ્ર સોનીએ લોન લીધી હોવાના કારણે દસ્તાવેજ થયો નહીં. એક તરફ આ સમસ્યા અને બીજી તરફ નરેન્દ્ર સોની પર દેવું વધતું ગયું. તેથી તેઓ આ સમસ્યાનું સમાધાન માટે એક જ્યોતિષી પાસે ગયા હતા. ત્યારબાદ જ્યોતિષીઓએ નરેન્દ્ર સોની પાસેથી યજ્ઞ, હવાન, પૂજા અને અન્ય વિધિઓ કરવાના બહાને 32 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

જ્યોતિષીઓએ એકઠા થઇને નરેન્દ્ર સોનીના ઘરે આવીને રસોડામાંથી સોનાનો કાળશ કાઢવાની વિધિ કરીને 32 લાખ પડાવ્યા હતા. આટલી મોટી રકમ જ્યોતિષીઓએ પડાવતા નરેન્દ્ર સોની અને પરિવારના સભ્યો વધારે આર્થિક ભીંસમાં મૂકાઈ ગયા અને છ સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. જેમાં નરેન્દ્ર સોની, 16 વર્ષની દીકરી રિયા અને 4 વર્ષના પૌત્ર પાર્થનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નરેન્દ્ર સોનીનો દીકરો ભાવિન, તેની પત્ની ઉર્વશી અને માતા દીપ્તિબેન સારવાર હેઠળ છે. ભાવિનની તબિયત સુધરતા પોલીસે એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ તેનું નિવેદન લેવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp