નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયાના પહેલા દિવસે પોલીસે વસુલ્યો લાખો રૂપિયાનો દંડ

PC: cbsistatic.com

16 સપ્ટેમ્બરથી ગુજરાતમાં નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી શરૂ થઇ ગઈ છે. મોટા ભાગના વાહન ચાલકો હેલમેટ પહેરીને અને સીટ બેલ્ટ બાંધીને વાહન ચલાવતા નજરે ચડ્યા હતા. તો કેટલીક જગ્યા પર પોલીસે નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારીના પહેલા લોકોને ડાયરેક્ટ દંડ ફટકારવાના બદલે ટ્રાફિક નિયમની સમજ આપી ટ્રાફિકન નિયમનું પાલન કરવાની સૂચનાઓ આપીને છોડી દીધા હતા. તો કેટલીક જગ્યાઓ પર પોલીસે લોકો પાસેથી દંડની વસુલાત કરવાની કામગીરી કરી હતી.

માત્ર જનતાને જ નહીં પણ સરકારી વાહનોને ઉભા રાખીને નિયમ ભંગ બદલ દંડની વસુલાત કરી હતી. સુરતમાં પોલીસે એક આઈસર ચાલકને ફીટનેશ સર્ટી ન હોવાના કારણે 5000નો દંડ ફટકાર્યો હતો અને SMCની ટ્રક ચાલક પાસેથી પણ સીટ બેલ્ટ નહીં બાંધવા બદલ દંડની વસુલાત કરી હતી. બીજી તરફ વડોદરામાં પણ એક મહિલા હોમગાર્ડને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારીના પહેલા દિવસે પોલીસે પોલીસકર્મી, જનતા અને સરકારી વાહન ચાલકો પાસેથી દંડ વસુલવાની કામગીરી ભેદભાવ વગર કરી હતી.

તો નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારીના પહેલા દિવસે જ અમદાવાદના વાહન ચાલકો પાસેથી પોલીસે 7 લાખ કરતા વધુનો દંડ અને RTO દ્વારા 1 લાખથી વધુના દંડની વસુલાત કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસે 1900 વાહન ચાલકો પાસેથી 7 લાખ 2 હજાર રૂપિયાના દંડની વસુલાત કરી હતી અને RTO દ્વારા વાહન ચાલકો પાસથી અલગ અલગ દંડ પેટે 1 લાખ 75 હજાર રૂપિયાના દંડની વસુલાત કરી હતી. 1900 વાહન ચાલકોમાંથી 622 વાહન ચાલકો પાસેથી હેલમેટ નહીં પહેરવા બદલ 3.11 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો અને સીટ બેલ્ટ નહીં બાંધનાર 226 કાર ચાલકો પાસેથી 1.13 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp