વડોદરાની સરકારી શાળાનો પરિણીત ઇન્ચાર્જ આચાર્ય પરિણીત શિક્ષિકાને લઇ ભાગ્યો

PC: depositphotos.com

રાજ્યમાં પરિણીત વ્યક્તિ કોઈ યુવતીને ભગાડી ગયો હોવાના અથવા તો બાળકોની માતા યુવક સાથે ભાગી ગઈ હોવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. ત્યારે આ પ્રકારનો એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. જેમાં એક પરિણીત ઇન્ચાર્જ આચાર્ય તેની શાળામાં બાળકોને અભ્યાસ કરાવતી એક પરિણીત શિક્ષિકાને લઇને ભાગી ગયો હતો. શિક્ષિકા બુધવારે શાળા ગયા પછી ઘરે પરત ગઈ ન હોતી અને હાલ શિક્ષિકાનો મોબાઈલ પણ બંધ આવી રહ્યો છે. મહત્ત્વની વાત છે કે, શિક્ષિકા અને ઇન્ચાર્જ આચાર્ય બંને પરિણીતા હતા. આ બાબતની જાણ થતા પોલીસ કાફલો શાળાએ પહોંચ્યો હતો અને પોલીસે લોકોની પૂછપરછ કરીને આચાર્ય અને શિક્ષિકાની શોધખોળ શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની હિન્દી ભાષાની સ્કૂલમાંથી બુધવારના રોજ શાળાનો સમય પૂર્ણ થયા પછી પરિણીત ઇન્ચાર્જ આચાર્ય અને પરિણીત શિક્ષિકા ભાગી ગયા હોવાની ઘટના સામે આવી છે. એવી પણ વિગત સામે આવી છે કે, આચાર્ય જ્યારે તેમના ઘરેથી નીકળ્યા હતા ત્યારથી જ તેમનો મોબાઈલ બંધ આવી રહ્યો છે અને સ્કૂલનો સમય પૂર્ણ થયા પછી પણ મહિલા શિક્ષિકાનો મોબાઈલ બંધ આવી રહ્યો છે. આ બાબતેની જાણ પોલીસને થતા પોલીસ કાફલો શાળાએ પહોંચ્યો હતો. ત્યારબાદ પોલીસે સ્કૂલના વોચમેનની પાસેથી ઇન્ચાર્જ આચાર્ય અને શિક્ષિકા કેટલા વાગ્યે સ્કૂલે આવ્યા હતા કેટલા વાગે નીકળ્યા હતા તે બાબતેની માહિતી માગી છે.

મહત્ત્વની વાત છે કે, જે ઇન્ચાર્જ આચાર્ય ભાગ્યા છે તે પાંચથી છ વર્ષ પહેલા પણ વિવાદમાં આવ્યા હતા. પાંચથી છ વર્ષ પહેલા ઇન્ચાર્જ આચાર્ય બિનશૈક્ષણિક મહિલાના પ્રેમમાં પડ્યા હતા. ત્યારબાદ આ પ્રેમ પ્રકરણ બહાર આવતા આચાર્યએ માફી પત્રક આપ્યું હતું. ત્યારે ફરીથી ઇન્ચાર્જ આચાર્ય એક પરિણીત શિક્ષિકાને લઇને ભાગી ગયા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, પોલીસ પરિણીત આચાર્ય અને પરિણીત શિક્ષિકાની શોધખોળ કેટલા દિવસમાં કરે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના ઇન્ચાર્જ આચાર્ય અને શિક્ષિકા ભાગ્યા હોવાની ઘટના સામે આવતા શિક્ષણ સમિતિ પણ ચર્ચામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp