દેશમાં છેલ્લા 24 કલાકમાં 14623 નવા કેસ, તેમાંથી ગુજરાતમાં જાણો કેટલા આવ્યા

PC: khabarchhe.com

સરકારે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં 41,36,142 રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 99.12 કરોડ (99,12,82,283) ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, આ 97,99,506 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે. મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટિવ થયેલા કેસમાંથી 3,34,78,247 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 19,446 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.15% થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 14,623 નવા કેસ નોંધાયા છે. 231 દિવસમાં દૈનિક નવા કેસ સૌથી ઓછા નોંધાયા છે. આ 14623 કેસમાંથી સૌથી વધુ કેસ કેરળમાંથી આવ્યા છે, જ્યાં 24 કલાકમાં 7643 નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 1638 અને તામિલનાડુમાં 1179 નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં ફક્ત 18 કેસ સામે આવ્યા છે.

115 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે. એક્ટિવ કેસનું ભારણ 2 લાખથી ઓછું થઈ ગયું છે અને હાલમાં 1,78,098 છે, જે હવે માર્ચ 2020 પછી સૌથી ઓછું છે, એક્ટિવ કેસ કુલ કેસનાં 0.52% થયા. સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 13,23,702 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 59.44 કરોડથી વધારે (59,44,29,890) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટિવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટિવિટી દર હાલમાં 1.34% છે જે છેલ્લા 117 દિવસથી 3%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટિવિટી દર આજે 1.10% નોંધાયો છે. દૈનિક પોઝિટિવિટી દર છેલ્લા 51 દિવસથી 3%થી ઓછો છે અને સળંગ 134 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp