ગુજરાત સરકારનો નિર્ણયઃ બાળકની ઉંમર 6 વર્ષ હશે તો જ શાળામાં એડમિશન મળશે

PC: campusvarta.com

ઘણા વાલીઓને તેમના બાળકને શાળામાં અભ્યાસ કરવા મોકલવા માટેની ઉતાવળ હોય છે એટલે બાળક બે વર્ષનું થાય ત્યારથી બાળકને પ્લેગ્રુપ નર્સરીમાં ભણવા માટે મોકલી દેતા હોય છે. વહેલા ભણવા બેસવાના કારણે બાળક ચાર વર્ષ કે, પાંચ વર્ષનો થાય ત્યારે તે પહેલા ધોરણ સુધી પહોંચી જાય છે પરંતુ હવે વાલીઓ તેમના બાળકોને વહેલા ભણવા બેસાડી શકશે નહીં કારણ કે, શિક્ષણ વિભાગ દ્વારા બાળકોના એડમિશનને લઈને એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો બાળકની ઉંમર 6 વર્ષની હશે તો જ બાળકને પ્રાથમિક શાળામાં એડમિશન મળી શકશે.

રિપોર્ટ અનુસાર ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં એડમિશન મેળવવા ઈચ્છતા બાળકોને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાળકની ઉમર 6 વર્ષની હશે તે બાળકોને શાળામાં અભ્યાસ કરવા પ્રવેશ આપવામાં આવશે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ફેરફાર અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં જે બાળકની 6 વર્ષની ઉંમર પૂર્ણ થઈ ગઇ છે. તેવા બાળકોને એડમિશન આપવામાં આવશે. આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા તમામ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 અનુસાર પહેલા ધોરણમાં અભ્યાસ કરનારા બાળકની ઉમર 6 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ. પરંતુ કેટલાક વાલીઓ બાળકને વહેલા એટલે કે, ઓછી ઉંમરે ભણવા બેસાડતા હોય છે. વાલીઓની ઉતાવળના કારણે ઘણીવાર તો ચાર વર્ષનું બાળક પણ ધોરણ 1માં પહોંચી જાય છે.જેથી શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવે છે કે, જો બાળકની ઉમર 6 વર્ષ પૂર્ણ થઈ ગઈ હશે તો જ બાળકને શાળામાં એડમિશન આપવામાં આવશે. 

મહત્વની વાત છે કે, કેટલાક મનોવૈજ્ઞાનિકના રિપોર્ટ અનુસાર પહેલા ધોરણમાં અભ્યાસ કરતા બાળકોની ઉંમર 6 વર્ષ કે, તેથી વધારે હોય તો બાળકની શીખવાની અને સમજવાની ક્ષમતા વધારે હોય છે. 6 વર્ષથી નાની ઉમરના બાળકોમાં શીખવાની ક્ષમતા થોડી નબળી હોય છે. 6 વર્ષથી નાની ઉંમરના બાળકો અક્ષરોને આંકડાઓને પારખવા વધુ સક્ષમ નથી હોતા. જો બાળકને ઓછી ઉંમર દરમિયાન શાળામાં પ્રવેશ કરી દેવામાં આવે તો બાળકને સમગ્ર શૈક્ષણિક જીવન દરમિયાન શીખવાની બાબતમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને જેના કારણે બાળક અભ્યાસમાં પાછળ રહી શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp