ગુજરાતના આ સરકારી અધિકારીઓને CCCની પરીક્ષા નહીં આપવી પડે

PC: amazonaws.com

રાજ્યમાં સીધી ભરતીથી નિમણૂક પામ્યા બાદ અધિકારી-કર્મચારીઓએ અજમાયશી સમય દરમિયાન તથા બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે કમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત CCC / CCCપ્લસ પરીક્ષા પાસ કરવી આવશ્યક છે. છેલ્લા થોડા વર્ષોમાં માસ્ટર્સ ડિગ્રી તથા બેચલર ડિગ્રી કક્ષાની કમ્પ્યુટરને લગતી ડિગ્રીઓ ધરાવતા તથા કમ્પ્યુટર કૌશલ્ય તાલીમ અને પરીક્ષા નિયમો હેઠળની CCC / CCCપ્લસ પરીક્ષાના અભ્યાસક્રમની લાયકાત ધરાવતા ઉમેદવારો ભરતીમાં સફળ થયા છે તેને ધ્યાને લઇને સંબંધિત સમકક્ષ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને કમ્પ્યુટર કૌશલ્યની CCC / CCCપ્લસની તાલીમ અને પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે, એમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું છે.

આ અંગેના ઠરાવ અનુસાર બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇન ઇલેકટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનની ડિગ્રી ધરાવતા ઉમેદવારોને કમ્પ્યુટર કૌશલ્યની ફક્ત CCCની તાલીમ અને પરીક્ષા પાસ કરવામાંથી તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લીકેશન ડિગ્રી ધરાવતા ઉમેદવારોને કમ્પ્યુટર કૌશલ્યની CCC / CCCપ્લસની તાલીમ અને પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ આપવામાં આવશે, તેમ વધુમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp