ગુજરાત યુનિ.માં નમાજ પર હોબાળામાં લેવાયો વળતરનો નિર્ણય

PC: ndtv.com

ગુજરાત યુનિવર્સિટીમાં 16 માર્ચની રાત્રે હોસ્ટેલમાં નમાજ વાંચવાને લઈને કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરવામાં આવી હતી. કેમ્પસમાં બહારથી આવેલા કેટલાક લોકોએ વિદ્યાર્થીઓની હોસ્ટેલ રૂમમાં જઈને તોડફોડ કરી હતી. હવે આ ઘટનામાં વિદેશી વિદ્યાર્થીઓને થયેલા નુકસાનનું વળતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને થયેલા નુકસાનનું વળતર આગામી 2 દિવસની અંદર ચૂકવાશે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તપાસ કરીને 2 દિવસમાં હોસ્ટેલમાં થયેલા નુકસાનનું વળતર ચૂકવશે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિરજા એ. ગુપ્તાએ કહ્યું કે, હૉસ્ટેલના A બ્લોકમાં નમાજ વાંચવાને લઈને શરૂ થયેલા હોબાળા બાદ હોસ્ટેલ રૂમમાં ઘૂસીને કેટલાક લોકોએ વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હતી. તેમાં વિદ્યાર્થીઓના વ્હીકલ્સ, લેપટોપ, કમ્પ્યુટર, મોબાઈલ, AC, મ્યુઝિક પ્લેયર સહિત ડિવાઇસને નુકસાન થવાની જાણકારી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં થયેલા નુકસાનના વળતર માટે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ મુજબ, એક લેપટોપ 800 ડોલર અને અન્ય વિભિન્ન વસ્તુઓને મળાવીને 1,06,900 રૂપિયાના નુકસાનની ડિટેલ્સ શેર કરવામાં આવી છે. પોલીસે આ ઘટનાને લઈને દોષી લોકોની ધરપકડ કરીને કાર્યવાહી પણ કરી હતી, કુલપતિ નિરજા ગુપ્તાએ કહ્યું હતું કે, અમે જે પણ નુકસાન થયું છે, તેની જાણકારી હાંસલ કરી છે, વિદ્યાર્થીઓને જે નુકસાન હોસ્ટેલની અંદર થયું છે, તેનું વળતર જલદી જ ચૂકવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 5 વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં થયેલી મારામારી દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ થાય, તેના માટે યુનિવર્સિટીને અપીલ કરી હતી.

ત્યારબાદ વિદ્યાર્થીઓને નુકસાન બાબતે પૂછવામાં આવ્યું અને આખી જાણકારી માગવામાં આવી હતી. વિદ્યાર્થી અહમદ ફૈયાઝે લેપટોપ માટે 800 ડોલર, નૂમાન જાદરાને મોબાઈલ માટે 24,900 રૂપિયા, અહમદ તારિકે ટૂ વ્હીલર નુકસાન માટે 3000 રૂપિયા, અહમદ વારિસે લેપટોપ માટે 38,000, બાઈકમાં નુકસાન માટે 16 હજાર રૂપિયા તો AC માટે 18 હજાર અને મ્યૂઝિક પ્લેયરના નુકસાન માટે 7000 રૂપિયાની ભરપાઈ કરવાની અપીલ ગુજરાત યુનિવર્સિટીને કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp