જીવનભારતી: શિક્ષણને કેન્દ્રમાં રાખી બનાવ્યો વાઇફાઇ સ્ટુડિયો

PC: Khabarchhe.com

સાંપ્રત પરિસ્થિતિમાં વિદ્યાર્થી-વાલીઓની સાથે શિક્ષકો પણ અનેક મોરચે ઝઝુમી રહ્યા છે. ત્યારે શિક્ષણકાર્ય અને શિક્ષકોની વિદ્યાર્થીઓ સુધી શિક્ષણને પહોંચાડવાની ભાવનાઓએ લક્ષમાં લઇ એમને શક્ય તેટલી અનુકુળ પરિસ્થિતિ પુરી પાડવાના હેતુથી સંસ્થાએ એક અલાયદા ખંડને વાઇફાઇ સ્ટુડિયોમાં પરિવર્તિતિ કરી એક ઉત્તમ વ્યવસ્થા ઉભી કરી આપી છે. જેમાં શિક્ષણકાર્ય સંલગ્ન જરૂરિયાતો સમાવિષ્ટ છે. બ્લેકબોર્ડ,બેન્ચ તથા અન્ય સાધનો, વીડિયો માટે લાઇટિંગ જેવી તમામ બાબતોનું અહીં ધ્યાન રાખવામાં આવ્યું છે. અને વ્યવસ્થા હવે કાયમી ધોરણે રહેશે. અત્યારે ત્યાં શિક્ષકો પોતાના સમયપ્રત્રક પ્રમાણે ત્યાં જઇ, વિડીયો શૂટ કરી શકે છે, એક ટેક્નિકલ સ્ટાફ પણ હંમેશા ત્યાં સહાય માટે હોય છે, જેથી કોઇપણ સમયે કશે અટવાય તો ત્યાં તેઓ મદદરૂપ થઇ શકે જેનાથી શિક્ષકોનું કાર્ય સરળ બની રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જીવનભારતી સંસ્થા આ વર્ષે પોતાના 75માં વર્ષમાં છે અને હંમેશા જ સમાજની જરૂરિયાતો પ્રમાણે પોતાના સ્વરૂપને મોડીફાઇ કરતી રહી છે, અને તમામ સ્વરૂપોમાં શિક્ષણના અન્ય ત્રણેય સ્તંભોને કેન્દ્રમાં રાખી, વિદ્યાર્થી, વાલી, શિક્ષક ચોથા સ્તંભે અર્થાત મેનેજમેન્ટ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ ઉત્તમ શિક્ષણ પહોંચાડવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp