સુશાંત સિંહ રાજપૂત કેસ પર આદિત્ય ઠાકરેએ તોડ્યું મૌન

PC: latestly.com

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલામાં આખરે મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેએ પોતાનું મૌન તોડ્યું છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં જે પણ ચાલી રહ્યું છે તે ડર્ટી પોલિટિક્સ છે પણ તેણે ધૈર્ય જાળવી રાખ્યું છે. આદિત્યએ કહ્યું કે, આ મામલામાં તેના અને તેના પરિવાર પર કીચડ ઉછાળવામાં આવી રહ્યું છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે, મારું આ મામલે કંઇ લેવાદેવા નથી. બોલિવુડ મુંબઈનો એક અગત્યના ભાગ છે. ઘણાં લોકોનું જીવન તેના પર નિર્ભર છે. હા, મારા પણ આ ઈન્ડસ્ટ્રીની સાથે ઘણાં સંપર્ક છે. પણ તે કોઇ ગુનો નથી. સુશાંત સિંહ રાજપૂતનું નિધન ખૂબ ચોંકાવનારું અને દુઃખદ છે. મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને મહારાષ્ટ્ર પોલીસ દુનિયાભરમાં જાણીતી છે.

આદિત્ય ઠાકરેએ કહ્યું કે, જે લોકો પ્રોટોકોલમાં વિશ્વાસ રાખતા નથી, તેઓ જ છે જેઓ ઈન્વેસ્ટિગેશનને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવી રહ્યા છે. બાળ ઠાકરેનો પૌત્ર હોવાના નાતે જણાવી દઉં કે એવું કશુ પણ નહીં કરું જેનાથી મહારાષ્ટ્ર, શિવસેના કે ઠાકરેની છવિને ખરાબ થવા દઉં. જે લોકો આધારહીન આરોપ લગાવી રહ્યા છે તેમને આની ખબર હોવી જોઇએ.

તેમણે કહ્યું કે, જેને પણ આ મામલા અંગે કોઇ કામની માહિતી વિશે જાણ છે તેણે મુંબઈ પોલીસનો સંપર્ક કરવો જોઇએ. હું ખૂબ જ ધીરજની સાથે સક્રિય છું. કોઇએ પણ એવા ખોટા અંદેશામાં ન રહેવું જોઇએ કે તેઓ આ મામલામાં સરકાર અને ઠાકરે પરિવારની ઉપર દાગ લગાવી શકે છે.

આદિત્ય ઠાકરેએ કહ્યું કે, આ નિમ્ન કક્ષાનું પોલિટિક્સ છે. પણ મેં ધીરજ જાળવી રાખી છે. લોકોને જલન થઇ રહી છે અને તેવું મહારાષ્ટ્ર સરકારની સફળતાને કારણે થઇ રહ્યું છે. અમુક લોકો કારણ વિના ઠાકરે પરિવાર પર ખોટા આરોપો લગાવી રહ્યા છે અને તેવું તેમની ખીજ અને રાજકીય નિષ્ફળતાને કારણે થઇ રહ્યું છે. આ મામલાનું રાજકારણ કરવું માનવતાના દામન પર દાગ છે. મારું આ મામલા સાથે કોઇ નિસ્બત નથી.

ઉલ્લેખનીય છે કે, આદિત્ય ઠાકરેના આ નિવેદન પર કંગના રણૌતે હુમલો કર્યો છે. કંગનાએ કહ્યું કે, જુઓ કોણ ડર્ટી પોલિટિક્સની વાત કરી રહ્યું છે. તમારા પિતાને મુખ્યમંત્રીની ખુરશી કઇ રીતે મળી, તે એક રીતે ડર્ટી પોલિટિક્સ છે. બધું ભૂલી જાઓ અને સુશાંત કેસમાં પોતાના પિતાજી પાસેથી સવાલોના જવાબ લઇને આવો. કંગનાએ આદિત્યને સવાલ કર્યા કે, રિયા ક્યાં છે, મુંબઈ પોલીસે સુશાંત કેસમાં FIR દાખલ શા માટે નહીં કરી. રિયા અને તેના પરિવારે સુશાંતના પૈસા કઇ રીતે લૂંટી લીધા. IPS વિનય તિવારીને જાણી જોઇને ક્વોરેન્ટાઈન શા માટે કરવામાં આવ્યા. CBI તપાસને લઇ સૌ કોઇ શા માટે ડરી રહ્યા છે. આ બધા સવાલો પોલિટિક્સથી તો જોડાયેલા નથી. તો કૃપા કરી આના જવાબ આપો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp